આખા વિશ્વમાં મોહદ્દીસે આઝમ મિશન કાર્યરત છે અને સમાજ સેવામાં એક મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ગરીબોની સેવા ,વિધવાઓની સેવા, ગરીબ બાળકીઓના લગ્ન કરવા જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સેવા આપી રહ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા ખાતે મોહદ્દીશે આઝમ મિશન દ્વારા જશને ગરીબ નવાઝ, જશને મોહદ્દીશે આઝમે હિન્દ, જશને સરકારે કલા તેમજ વિલાદતે શૈખુલ ઇસ્લામની ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપીપળાનાં રાઠોડ ફળિયામાં કુરઆન શરીફનું પઠન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અન્ય ધાર્મિક કાર્યક્રમો કારી નિયાઝનું આયોજન કરાયું હતું.
જેમાં રાજપીપળાનાં મુસ્લિમ ધર્મ ગુરુઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંદર્ભમાં મુસ્લિમ અગ્રણી સૈયદ સુબ્હાનિ મિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક મહિનો રજબમાં ઘણી મશહૂર તારીખો છે જે સંદર્ભમાં આજે રાજપીપળા ખાતે જશને ગરીબ નવાઝ, જશને સરકારે કલા, જશને મોહદ્દીશે આઝમે હિન્દ તેમજ વિલાદતે શૈખુલ ઇસ્લામની ઉજવણી કરાઈ છે.
તેમજ આજના પ્રસંગે દેશ સહિત તમામ વિશ્વમાં અમાન અને શાંતિ માટે દુઆ કરી હતી અને હુઝુર શૈખુલ ઇસ્લામ માટે લાંબી ઉંમરની દુઆ કરાઈ હતી અને સમાજ સેવામાં અગ્રીમ રહેતા મોહદ્દીશે આઝમ મિશનની તરકકી માટે પણ દુઆઓ કરી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી