Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે એક ગૌરવ કહેવાય

Share

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક ડૉ. રાજીવકુમા ગુપ્તા IAS એ જણાવ્યું છે કે નવી દિલ્હી ખાતે તા.૨૦ ફેબ્રુઆરીના રોજ પ્રવાસન ઉધ્યોગના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલ આઉટ લુક ટ્રાવેલર એવોર્ડ ૨૦૨૦ ના સમારોહમાં સ્ટેમ્પ્સ ઓફ યુનિટીને શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ સ્થળ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રવાસી વર્ગમાં સ્ટેટ્યુ ઓફ યુનિટીની સતત વધતી જતી લોકપ્રિયતા અને કેવડિયાના સંકલિત વિકાસ સાથે તાજેતરમાં ઉમેરવામાં આવેલા વિવિધ આકર્ષણોને ધ્યાને લઈ તેની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આઉટલૂક ટ્રાવેલર એવોર્ડ એ પ્રવાસન ઉધ્યોગમાં સફળતાનું એક સીમાચિહ્ન ગણાય. માનનીય વડાપ્રધાન ના હસ્તે ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ તેનું રાષ્ટ્રાર્પણ થયા પછી અત્યાર સુધીમાં ૪૨ લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. તાજેતરમાં તેની આસપાસ વિવિધ પ્રવાસન આકર્ષણો જેવા કે જંગલ સફારી, વિશ્વ વન, એક્તા નર્સરી, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ડાયનોસોર પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ,ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક,રીવર રાફ્ટીંગ,બોટીંગ,સાયકલીંગ,ખલવાણી ઈકો-ટુરીઝમ,ઝરવાણી ઈકો ટુરીઝમ વગેરેનો ઉમેરો થતાં કેવડિયા હવે ફેમિલી હોલિ-ડે ડેસ્ટીનેશન”તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂક્યું છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં વિશ્વ વિખ્યાત ટાઇમ મેગેઝીન દ્વારા સ્ટેચ્યું ઓફ યુનિટીની વિશ્વના ૧૦૦ મહાન પ્રવાસન સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
જ્યારે ચાલુ વર્ષે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)દ્વારા તેને આઠ અજાયબીઓ માં સ્થાન આપવામાં આવ્યું છે.

રાજપીપળા:-આરીફ કુરેશી

Advertisement

Share

Related posts

જામનગરના વકીલની હત્યા પગલે ગોધરાના વકીલો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા ..? : ખખડધજ રસ્તાને લઈ વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ખાસ રજુઆત : જાણો ન.પા. પ્રમુખે શું પ્રતિક્રિયા આપી ..?

ProudOfGujarat

ભરૂચમાં દિવાળી પર્વ પર મુખ્ય માર્ગો પર ગલગોટાનાં ઢગ જામ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!