રાજપીપળા હીરા ફળીયાનો પરિણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા 15 મી ફેબ્રુઆરીએ મિત્રને મળી થોડી વારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા પર નીકળ્યો હતો.બીજે દિવસ સવાર સુધી એ ન આવતા પરિવારે રાજપીપળા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.જોકે 19 મી એ સવારે એ યુવાનનો નાંદોદ તાલુકાના વાઘેથા ગામના એક ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.આમલેથા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 16 મી એ સવારે સુનિલની એક્ટિવા રાજપીપળા એસ.ટી ડેપો પરથી મળી આવી હતી. રાજપીપળા પોલીસે શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 15 મી ની મોડી રાત્રે અજાણ્યા યુવાન અને યુવતી રાજપીપળા એસ.ટી ડેપો પર એક્ટિવા મુકતા જણાઈ આવ્યા હતા.પોલીસે શકના આધારે સીસીટીવી ફુટેજમાં દેખાતા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દામાપુરા ગામના અને હાલ નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં રહેતા જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલા અને 3 મહિનાથી એની રખાત તરીકે રહેતી વાઘેથા ગામની નૈના ગોવિંદ વસાવાને ઝડપી પાડી ઉલટ તપાસ હાથ ધરી હતી. દરમિયાન જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાએ સુનિલને જાનથી મારી નાખ્યો હોવાનું નૈનાએ પૂછપરછમાં કબુલ્યું હતું.વધુ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે નૈના અને સુનિલ વચ્ચે આડા સબંધ હતા.પૈસા પડાવવાનો કારશો રચી જયદીપ સાથે પૂર્વ યોજિત કાવતરૂ ગોઠવી નૈનાએ સુનીલને ફોન કરી 15 મી એ રાત્રે શારીરિક સંબંધ બાંધવા બોલાવ્યો હતો અને 10:30 વાગ્યાની આસપાસ સુનીલ-નૈના ખેતરમા એકાંતમાં શરીર સબંધ બાંધતા હતા એ દરમિયાન નૈનાનો રખાત જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાએ પાછળથી સુનીલને માથામાં પથ્થર મારી બેભાન કરી દોરી વડે ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો અને એના ખિસ્સામાંથી 600 રૂપિયા કાઢી લઈ ઝાડી ઝાંખરા વાળા કોતરમાં ઊંડો ખાડો ખોડી એના મૃતદેહને દાટી દીધો હતી.એ બાદ સુનિલની એક્ટિવા બંને જણા રાજપીપળા એસ.ટી ડેપોએ મૂકી આવ્યા હતા.સુનિલનો મોબાઈલ નદીમાં ફેંકી દીધો હતો.
રાજપીપળા, આરીફ જી કુરેશી