રાજપીપળા ખાતે આદિવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર પ્રવાસન અને વિકાસ સત્તા મંડળ વિધેયકનો અનોખો વિરોધ કરાયો હતો. ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરાયું. સાથોસાથ આગામી ભારત આવી રહેલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને આવેદન ડોનાલ્ડ ટ્રમ્પને ટવીટર ઉપર ટેગ કરી આવેદન આપાયું. સ્ટેચ્યુ વિસ્તારમાં વિકાસના નામે આદિવાસીઓના વિનાશ મુદ્દે ભારત સરકાર અને આદિવાસીઓ વચ્ચે મધ્યસ્થી બનવા અપીલ કરાઈ. વધુમાં બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિ 5 અને 6 દ્વારા વિશેષ પ્રાધાન્ય આપાયું છે પણ તેને સરકાર આંધળા વિકાસ પાછળ દોડી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ બાબતે અમે ભારત સરકાર, રાષ્ટ્રપતિ શ્રી રાજ્યપાલ શ્રી તેમજ ગુજરાત સરકારને વારંવાર રજૂઆતો પણ કરી છે પરંતુ તેઓ આદિવાસીઓ અને પર્યાવરણનું મહત્વ સમજતા નથી જેથી આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ થઈ રહ્યા છે અને વિકાસના નામે આદિવાસીઓની જમીનો સરકાર લૂંટી રહી છે તો આપ ભારત સરકાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસીઓના ગંભીર પ્રશ્નો બાબતે મધ્યસ્થી બનો તેવી આપીલ કરાઈ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી