Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નજીક વિશાલખાડી પાસે બાઈક-મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 પિતરાઈ ભાઈઓના મોત.

Share

નાંદોદ બોરીદરા ગામના 3 પિતરાઈ ભાઈઓ શનિવારે ખુટાઆંબા ગામેં પારિવારિક લગ્ન પતાવી બાઈક પર પરત ઘરે જઈ રહ્યા હતા દરમિયાન વિશાલ ખાડી પાસે બનેલી ઘટનાથી પરિવારમાં આક્રંદ.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લામાં બેરોકટોક ચાલતી હાઇવા ટ્રકોને લીધે અકસ્માત મોતના બનાવો વધી રહ્યા છે.હાલમાં જ મોવી નજીક ટ્રકની અડફેટે ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા.ત્યાર બાદ શનિવારે મોડી રાત્રે નાંદોદ બોરીદરા ગામના 3 પિતરાઈ ભાઈઓ નજીકના ખુટાઆંબા ગામે લગ્ન પતાવી બાઈક પર પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક મીની બસ સાથે એમની બાઈકનો અકસ્માત થયો હતો.જેમાં ત્રણેવ ભાઈઓના ઘટનાસ્થળ પર કરુણ મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ શનિવારે લગ્ન પ્રસંગો વધારે હતા.તો રાજપીપળા નજીકના બોરીદરા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓ પૈકી હરેશ મહેન્દ્ર વસાવા(ઉ.વ.25), દાદુ લક્ષમણ વસાવા(ઉ.વ.28) તથા ગણેશ અભેસિંગ વસાવા બાઈક નંબર GJ 6 CM 8325 પર શનિવારે રાત્રે નજીકના જ ખુટાઆંબા ગામે એક પારિવારિક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.લગ્ન પતાવી તેઓ મોડી રાત્રે ત્યાંથી પરત બોરીદરા આવવા નીકળ્યા હતા દરમિયાન વિશાલખાડી પાસે એમની આગળ ચાલતા ટેમ્પોની ઓવરટેક મારવા જતા સામેથી આવી રહેલી MH 14 CW 4197 નંબરની મીની બસ સાથે એમની બાઈક ધડાકાભેર ભટકાઈ હતી.આ અકસ્માતમાં એમની બાઈકનો ફૂડચો બોલી જવાની સાથે ત્રણેવ ભાઈઓ જમીનથી 10-15 ફૂટ ઊંચે ઉછડી નીચે પટકાતા ગંભીર ઘાયલ થયા હતા.હવે મધરાત્રે 2 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કોઈ મદદગાર ન હોવાને કારણે ત્રણેવ ભાઈઓએ ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો હતો.જોકે સવારે લગભગ 7 વાગે આ અકસ્માતની ખબર પડતાં પરિવારના સભ્યો અને ગ્રામજનો ત્યાં પહોંચી ગયા હતા ત્યારે ત્રણેવ યુવાનની લાશ જોતા વેંત જ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો અને રડારોળ કરી મૂકી હતી.

Advertisement

બાદ રાજપીપળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.અને યુવાનોના મૃતદેહોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા.દરમિયાન ત્યાં પરિવારના અન્ય સભ્યો અને ગ્રામજનોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.રાજપીપળા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

નેત્રંગમાં દેશી દારૂનું વેચાણ કરતી 8 મહિલા સહિત અન્ય 6 બુટલેગર ઝડપાયા

ProudOfGujarat

કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવવા હજુ ભરૂચીઓએ ગ્રીન જોનમાં આવવાં 21 દિવસની રાહ જોવી પડશે..!!જાણો વધુ.

ProudOfGujarat

શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનો ચૂંટણી પંચને પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!