નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ (IPS), પોલીસએ જીલ્લામાં મિલ્કત બાબતેના ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન આપેલ જેમાં એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી.તેમજ એલ.સી.બી. પોલીસ અકિલા સ્ટાફ મારફતે ગરૂડેશ્વર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ટેક્નીકલ સર્વેલન્સ આધારે આરોપી રમેશ ઉર્ફે રામુ લવમહારાજ મિશ્રાઉ,(રહે.મઢી સુરાલી માર્કેટ યાર્ડની પાછળ અકીલા તા.બારડોલી જી.સુરત) દસમ ભિખા તોમર ( રહે.કુહા તા.કઠીવાડા જી.અલીરાજપુર (MP) ને ગુનાના કામે અટક કરવામાં આવેલ આ આરોપીઓની વિશેષ પુછપરછ દરમ્યાન નર્મદા સહિતના અલગ અલગ જિલ્લાઓમાં કરેલા ૧૪ ગુનાઓની કબુલાત કરતા બંનેની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.
સૌજન્ય : અકિલા ન્યુઝ