સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ મુજબ અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કેવડિયા વિસ્તારનું નોટિફિકેશન બહાર પડ્યું. ગરુડેશ્વર તાલુકાના કુલ 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટેના સત્તા મંડળ માટે કયાં કયાં ગામોનો સમાવેશ થશે તેને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કુલ નવ ગામો છે જેનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે 5 જેટલા ગામોનો આંશિક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે નવ ગામોનો સંપૂર્ણપણે સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કેવડિયા, વાઘડિયા,નવાગામ,લીમડી,ગોરા, વસંતપુરા, મોટા પીપરીયા,નાના પીપરીયા,ઇન્દ્રણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જયારે ગરુડેશ્વર,બોરિયા, ગભાણા, ભુમલિયા,કોઠી આ પાંચ ગામોના કેટલાક વિસ્તારને લેવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે કેવડિયા વિસ્તારમાં આ અગાઉ KADA યોજના લાવવામાં આવી હતી ત્યારે ભારે વિરોધના પગલે તેની સ્થગિત કરવામાં આવી હતી અને નવો ગરુડેશ્વર તાલુકો બન્યો હતો ત્યારે બાદ અહીંયા કેવડિયા નજીક દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને માટે એક વિશેષ કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળ વિધેયક વિધાનસભામાં પાસ કર્યું હતું આદિવાસી સમાજમાં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. અને આ કાળો કાયદો છે તેમ કહી આને રદ કરવા માટે આદિવાસી સમાજની માંગ ઉઠી છે,પણ બીજી તરફ આ પ્રવાસન વિકાસ સત્તા મંડળને લઈને હવે નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે જેમાં 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે,ઉલ્લેખનીય છે કે કેવડિયા, વાઘડિયા ગામ સહીતના વિસ્તારના ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળ કાયદોના લોકો ભારે વિરોધ કરી રહ્યા છે અને આ કાયદો કાળો કાયદો છે તેમ કહી તેને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને જેના ભાગ રૂપે તાજેતરમાં કેવડિયા ગામમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ. એક તરફ સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનો પ્રવાસન વિકાસ સત્તા મંડળ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ મુજબ અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વિસ્તારનું નોટિફિકેશન બહાર પડયું જેમાં નર્મદા જીલ્લા ગરુડેશ્વર તાલુકાના કુલ 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે જોવાનું રહેશે કે આ મુદ્દે આગળ શું થશે.
રાજપીપળા,આરીફ જી કુરેશી