Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે આદિવાસીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધતુ એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

Share

ખોટા આદિવાસી પ્રમાણપત્ર બાબત દિવસેને દિવસે આદિવાસી સમાજમાં રોષ વધતો જાય છે જે સંદર્ભે આજે રાજપીપળા ખાતે આદિવાસીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધતુ એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું. ગુજરાતના ગાંધીનગર ખાતે હાલ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરતા લોકોને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા “સાચા આદિવાસી બચાવો સમિતિ” દ્વારા ધરણા પ્રદર્શન કરી આંદોલન ચલાવાઈ રહ્યું છે. દિવસે અને દિવસે આ આંદોલનને રાજ્યના આદિવાસીઓનું સમર્થન પણ મળી રહ્યું છે.કેન્દ્ર સરકારના પૂર્વ આદિજાતિ મંત્રી અને ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ તો આ આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન પણ જાહેર કર્યું છે, અધિકારીઓના નામે એમણે રૂપાણી સરકાર સામે બાથ ભીડી છે. આમ છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. આ આંદોલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારા, દાંતાના ધારાસભ્ય કાંતીભાઇ ખરાડી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસી નેતાઓએ સત્યાગ્રહી છાવણીએ ધરણા આંદોલનને સમર્થન આપ્યું હતું.ત્યારે નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ ત્યાં પહોંચી આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. ત્યારે આજરોજ નર્મદા જિલ્લાના આદિવાસીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધતુ આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે તા.૨૯-૧૦-૧૯૫૬ ના પ્રેસિડેન્ટલ ઓર્ડરથી ગીર, બરડો અને આલેચ વિસ્તારના નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસૂચિત જન જાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે તો આ સિવાયના લોકોને રાજ્યસરકાર દ્વારા અપાયેલ ખોટા પ્રમાણપત્રો રદ કરી લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 માં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા અને ખરાઈ કરવા કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ તેના નિયમો બનાવવામાં આવ્યા નથી તે તાત્કાલિક અસરથી બનાવવા ઉપરાંત રબારી-ભરવાડ અને ચારણ જાતિ ગીર, બરડો, અને આલેચ સિવાયના લોકો બક્ષીપંચમાં સમાવેશ છે તો તે માટે ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ ગેરબંધારણીય તમામ ઠરાવો પરિપત્રો મૂળ કરવામાં આવે તેમ રજુઆત કરી હતી.ઉપરાંત આદિવાસી અગ્રણી અને રાજપીપળા નગરપાલિકાના સદસ્ય એવા ભરતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે ભૂખ હડતાળ ઉપર બેઠેલા આદિવાસી પ્રત્યે સરકારનું પેટનું પાણી પણ હલતું નથી આગામી સમયમાં જો સરકાર આ બાબતે નિરાકરણ નહીં લાવે તો ગાંધીનગર ખાતે સચિવલયનો ઘેરાવો કરીશું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

જયકર મહારાજ દ્વારા પોલીસકર્મી પર થયેલ હુમલાને વખોડતું ભીલીસ્તાન ટાઈગર સેના: ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

શેર બજારમાં ઐતિહાસિક તેજી, નિફ્ટી નવા રેકોર્ડ ઓલટાઇમ હાઈ પર

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું નામ બદલી કલેશ્વરી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!