ભારતમાં જે ખુબ જ ચર્ચિત બન્યું છે એ વેલીયન્ટ બ્રાન્ડ સાથે ઇન્ટરનેશનલ ખેલાડીઓ એક પછી એક જોડાવા લાગ્યા છે. વેલીયન્ટ બ્રાન્ડના બેટ હવે ઇન્ટર નેશનલ મેચોમાં પણ ખેલાડીઓ વાપરતા થયા છે. ટી 20 વર્લ્ડકપની ક્વોલિફાય મેચોમાં,એશિયા કપમાં અને ઘણી ઇન્ટર નેશનલ મેચોમાં જતિન્દરસિંગ વેલીયન્ટનું બેટ યુઝ કરતો જોવા મળે છે, વેલીયન્ટએ ઓલ ઇન્ડિયામાં પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે જેમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્મા, ઓમાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જતિન્દરસિંગ,ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિપુલ નારીગરા, મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રીચી શુકલા અને ગુજરાતમાં અનેક જિલ્લાઓના પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જેમાં વેલીયન્ટ બ્રાન્ડના પ્રોમોશન માટે મુખ્ય ફેસ તરીકે વિશાલ પાઠક સાથે એક વર્ષનો કરાર કરવામાં આવ્યો છે. વિશાલ પાઠકે પોતાની મેહનતથી ક્રિકેટ સાથે ખૂબ પ્રગતિ કરી છે અને નર્મદા જીલ્લાનું નામ રોશન કર્યું છે.મૂળ રાજપીપળાના વિશાલ પાઠક નર્મદા જિલ્લામાં વેલીયન્ટ બ્રાન્ડની જાહેરાત કરશે તેવી વાતથી લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે માટે નર્મદાના લોકો વિશાલ પાઠકને હવે એક સેલિબ્રિટી તરીકે જોતા થયા છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી