નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામના રોકડીયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી ઓરડીમાં રહેતો અશોકકુમાર માતાપ્રસાદ મૌર્ય બિન અધિકૃત રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પોતાની રહેણાક ઓરડીમાં સુકો ગાંજો ૨૭૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૬૨૦/-નો વેચાણના ઈરાદે રાખી તથા ખેતરમાં લીલા ગાંજાના છોડ નંગ-૧૨ જેનું વજન ૩૮૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૨૮૦/-નો વાવેતર કરી કુલ ગાંજો ૬૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૩૯૦૦/-તથા મોબાઇલ નં-૧ કિંમત રૂપિયા ૫૦૦/-મળી કુલ કિંમત રૂપિયા ૪૪૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ ટાઉન પી.આઇ આર.એન.રાઠવા કરી રહ્યા છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement