Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સતત ત્રીજા દિવસે દબાણો હટાવવાની કવાયત ચાલુ : તંત્ર સ્થાનિક આદિવાસીઓ પર હિટલર શાહી અપનાવતું હોવાની વાત.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી વહીવટી તંત્ર કેવડિયા વિદેશ ટાઈપ ટીપટોપ બનાવવાની ઘેલછામાં સ્થાનિક આદિવાસીઓ પર હિટલર શાહી અપનાવી અત્યાચાર કરી રહ્યુ છે.જાહેર માર્ગ પર આવતા લારી ગલ્લા સહીત નાની દુકાનો ઘરો તોડી સફાઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે. પરંતુ જેમાં કોઈના ઘરનો રોટલો છીનવાઈ રહ્યો છે તો કોઈના ઘરનો ઓટલો છીનવાઈ રહ્યો છે.સ્થાનિકો બેરોજગાર અને બેઘર બની રહ્યા છે ત્યારે આ કેવો વિકાસ તેમ કહી લોકોમાં રોષ ફેલાયો છે. હાઇકોર્ટના હુકમનું અર્થઘટન કરી તંત્ર હાલ પોતાની મનમાની કરી ત્રણ દિવસથી દબાણો હટાવી રહી છે એવું કહેવાય રહીયું છે. 31મી જાન્યુઆરીએ હાઇકોર્ટે આપેલા ચુકાદા મુજબ ગ્રામજનો અને પક્ષકારો વચ્ચે કમિટી બનાવીને ફોર્મ્યુલા નક્કી કરી 10 દિવસમાં કોર્ટ સમક્ષ મૂકે,અથવા 10 દિવસ બાદ કોર્ટ ન્યાયોચિત નિર્ણય લેશે. હવે વધુ સુનાવણી 11 મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.જેમાં કોર્ટે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત ભવન સુધી જુલાઈ 2019 પછીના કોઈ બાંધકામ કર્યું હોય તો એ દબાણો દૂર કરવા હાઇકોર્ટએ આદેશ આપ્યો છે. દબાણો હટાવવા નીકળેલા અધિકારીઓની ટીમો વચ્ચે પણ તું..તું..મેં..મેં..ના દ્રશ્યો જોવા મળ્યા એક ડે.કલેક્ટર કક્ષાના આધિકારીએ નાયબ મામલતદારને જાહેર માર્ગ પર બેફામ તતડાવ્યા બાદ અન્યોમાં રોષ પણ જોવા મળ્યો છે અને આ વર્તન બાબતે રજુઆત પણ કરશે તેવી પણ વાત જાણવા મળી છે.જોકે બંને અધિકારીઓ વચ્ચેની બોલાચાલીમાં પોલીસે દખલગીરી કરી તત્કાલ મામલો થાળે પાડ્યો હતો. પરંતુ આ બાબતે ડે.કલેક્ટર વિરુદ્ધ નાયબ મામલદાર જિલ્લા પોલીસ વડાને ફરિયાદ આપશે તેવી પણ વાત બહાર આવી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વિરમગામ ના સચાણા ગામ ખાતે શ્રી કેશર કુંભ કુટુંબ યાત્રા નું પુજન કરી ઉમકળાભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ અને નબીપુરનાં પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા નયન કાયસ્થનો ભાઈ ઝડપાયો હતો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!