ઘરદીઠ ડસ્ટબીન આપી અને કચરો માટે ઘરે ઘરે ટેમ્પા દ્વારા કચરો ઉઘરાવતી એક માત્ર ગ્રામપંચાયત
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)નાંદોદ તાલુકાના વડિયા ગામને ડીઝીટલ ગામ તરીકે પસંદગી થઇ છે અને આ ગામને સ્વચ્છ રાખવા માટે ગ્રામપંચાયત દ્વારા તમામ પ્રયત્નો થઇ રહયા છે,સરપંચ મહેશ રજવાડી અને તલાટી કમ મંત્રી દેવેન્દ્ર જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સભ્યોની ટીમો કામે લાગી ગઈ છે અને 100 ટકા શૌચાલય સાથે સ્વચ્છ વડીયા બને એ દિશામાં ગ્રામપંચાયતે પ્રયાસો હાથ ધાર્યા છે. તાજેતર માં ગામમાં સમાવિષ્ટ ફળીયા, સોસાયટીઓ માં ઘરે ઘરે ડસ્ટબીન નું વિતરણ કર્યું અને કોઈએ જાહેરમાં બહાર કચરો નહિ નાખવાનું અને ડસ્ટબીન માં નાખવાનો,અને ડસ્ટબીન નો કચરો ગ્રામપંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જે ટેમ્પો આવે છે જેમાં નાખવાની જાહેરાત કરી ગામમાં એક જાગૃતિ લાવ્યા અને સ્વચ્છ ગામ બનાવવા એક પહેલ કરી છે.
સરપંચ મહેશ રજવાડી,તલાટી દેવેન્દ્ર જોષી,સભ્યોમાં ચંદ્રેશ પરમાર, વિરેન્દ્રસિંહ સુણવા,વિજય વસાવા સહીત મહિલા સભ્યો પણ ઘરે ઘરે ફરી ડસ્ટબીન વિતરણ ફર્યું હતું અને આગામી સમય માં સ્વચ્છતા કરનારા પરિવાર કે સભ્ય માટે જાહેરમાં સન્માન કરવાનું, સમગ્ર ગામ વાઇફાઇ કરવાનું, ડિજિટિલાઇઝેશન કરવાનો એક પ્લાન ગ્રામપંચાયત બનાવી રહી છે.