સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વના આઠમી અજાયબી મા સમાવેશ કરવામાં આવ્યો છે અને રોજ ના રોજ હજારો ની સંખ્યમાં પ્રવાસીઓ આવે છે અને વારંવાર ડુબલીકેટ ટીકીટ પકડાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આધુનિક મશીનરી અને કર્મીઓની ચપળતાથી છેડછાડ કરેલી 10 એક્સપ્રેસ ટિકિટ પકડાઈ દિલ્હીનાં 10 પ્રવાસીઓએ અમદાવાદના એજન્ટ પાસેથી 10 ટિકિટ ખરીદી કરી હતી. અમદાવાદના ભેજાબાજ એજન્ટે 1030₹ ની એક્સપ્રેસ ટીકિટમાં એડિટિંગ સોફ્ટવેર મારફતે છેડછાડ કરીને 1260₹ લખી પ્રવાસી પાસેથી 2300₹ વધુ વસુલ કર્યા. આ બાબતે sou ટિકિટ કો-ઓર્ડીનેટર અહેસાન અલી સૈયદે કેવડિયા પોલીસ સ્ટેશને પ્રવાસી પાસેથી 2300₹ વધુ લઈને છેતરપિંડી આચર્યાનું ટિકિટ ચેકીંગ વખતે જ ધ્યાને આવતા ફરિયાદ નોંધાવી છે. વધુમાં નાયબ વહીવટદાર નિલેશ દુબે એ જણાવ્યું હતું કે તાલીમી કર્મીઓ અને આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ અત્રે sou ખાતે થતો હોય ડુપ્લીકેટ અથવા છેડછાડ વાળી ટિકિટ લઈને પ્રવેશ કરવો અત્રે શક્ય નથી. અને પ્રવાસીઓ ને નમ્ર વિનંતી કે souની ટિકિટ soutickets.in પરથી ખરીદવા આગ્રહ રાખવો અથવા statue of unity tickets official નામની એન્ડ્રોઇડ એપ્લિકેશન પરથી બુક કરવા આગ્રહ રાખવો.
રાજપીપળા :- આરીફ કુરેશી