રાજપીપળા ખાતે ઓકટોમ્બર 2017 માં 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરી લોકાર્પણના બે વર્ષ સુધી પડી રહ્યા બાદ કાર્યરત થઈ. જેમાં મામલદાર કચેરી સહીતની અનેક કચેરીઓ કાર્યરત છે. પરંતુ શરૂ થયાના ટૂંકા ગાળામાં જ કરોડોના ખર્ચ બાદ પણ આ મકાનમાં અનેક તકલીફો જોવા મળી છે. રાજપીપળાની નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા લગભગ ૪ મહિનાથી લિફ્ટ બંધ હોવાથી સિનિયર સિટીજનોને પરાણે દાદર ચઢી ઉપર જવું પડે છે.અગાઉ ફાયર સેફટી બાબતે લાલીયાવાડી જોવા મળી હતી. ત્યારબાદ અસહ્ય ગંદકીની પોલ ખુલી અને હાલ ચાર મહિનાથી લિફ્ટ બંધ સહિતની એક બાદ એક તકલીફો આ કરોડોના ખર્ચે બનેલી કચેરીમાં શરૂ થયાના ટૂંકા ગાળામાં જ જોવા મળતી હોય તેના પરથી કચેરીમાં બેસતા અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement