Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

તિલકવાડાના ફતેપુરામાં લગ્નની લાલચે સગીરનું અપહરણ બાદ બળાત્કાર

Share

ફતેપુર ગામનો 19 વર્ષીય કિરણ બારીયા ગામની જ એક સગીરાને લગ્નની લાલચે ભગાવી ગયો હતો,પોલીસ તપાસમાં સગીરાને અંબાજી લઈ ગયો હોવાનું બહાર આવ્યું.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):

Advertisement

તિલકવાડા તાલુકાના ફતેપુર ગામે રહેતી એક 17 વર્ષીય સગીરાને ગામનો જ એક 19 વર્ષીય યુવાન લગ્નની લાલચ આપી 20 દિવસ પહેલા ભગાડી ગયો હતો.આ મામલે પોલીસ તપાસમાં સગીરનો બળાત્કાર કરાયો હોવાનું બહાર આવતા પોલીસે યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના ફતેપુર ગામનો કિરણ શંકર બારીયા(ઉ.વ.19) ગત 10/4/2018 ના રોજ રાત્રી દરમિયાન ગામની જ એક સગીરાને લગ્નની લાલચે ફોસલાવી ભગાડી ગયો હતો.બાદ આ મામલે સગીરાના પિતાએ 10મી એપ્રિલે તિલકવાડા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પિતાની ફરિયાદને આધારે પોલીસે બન્નેની તપાસ હાથ ધરતા 26મી એપ્રિલે પોલીસને યુવાન અને ભોગ બનનાર સગીરા પણ મળી આવી હતી.બાદ પોલીસે યુવાનની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા સગીરા સાથે બળાત્કાર થયાનું અને યુવાન સગીરાને અંબાજી લઈ ગયો હોવાનું ખુલ્યું હતું.અંતે પોલીસે અપહરણ,બળાત્કાર અને પોકસોની કલમ હેઠળ કિરણ બારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં સગીરાને વડોદરા ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ હોવાનું જાણવા મળે છે.


Share

Related posts

અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર 82 ફોર્મ પરત ખેંચાયા છતાં 249 ઉમેદવારો મેદાને.

ProudOfGujarat

વડોદરા : પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં કરવા સ્પષ્ટ સૂચના

ProudOfGujarat

અંકલેશ્વરમાં વિદેશી દારૂ ઝડપવા ના ગુના માં મહિલા સહિત 3 આરોપીઓ ની અટકાયત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!