ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ આજે તેમને કોર્ટમાં લઈ જવાયા હતા જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીને માર મારવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા અને ગઈકાલે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જ્યારે તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું ત્યારે તેની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. આ પછી તેમને ડેડીયાપાડાથી રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા હતા અને આજે તેમને ડેડીયાપાડાની કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા જ્યા કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના પોલીસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 18 તારીખના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.