નાંદોદ તાલુકાના વડા મથક રાજપીપળામાં આવેલ નગરપાલિકાના સભાખંડ ખાતે ચૂંટણી અધિકારી શૈલેષ ગોપલાણીના અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અઢી વર્ષ માટેની યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતા રાજપીપલા નગરપાલિકાના વિપક્ષના અને અપક્ષના સભ્યો વિરોધ નોંધાવ્યો હતો, પ્રમુખની સીટ રોસ્ટરમાં SC મહિલા સીટ હતી સાશક પક્ષ માટે યોગ્ય ઉમેદવાર નહિ હોવાથી સીટ બદલાવી જનરલ મહિલા કેટેગરી કરાવી હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ અને વિરોધ પક્ષના તમામ સભ્યોએ વોક આઉટ કર્યો હતો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં અપક્ષના પાલીકા અપક્ષ સભ્ય 3 ગેરહાજર રહ્યા (1) નિલેશભાઈ આટોદરિયા (2) મીનાક્ષીબેન નિલેશભાઈ આટોદરિયા (3) સાબેરા શેખ, આ ત્રણ સભ્ય ગેરહાજર રહ્યા હતા, ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજપીપળા નગરપાલિકાના અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ,અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર નામની જાહેરાત કરવામાં આવી હતી.
નવા પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકામાં મારી પ્રમુખ પદે પસંદગી કરવામાં આવી છે તે માટે પહેલા હું ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરવામાં આવી છે અને પાલિકાની ટીમનો આભાર માનું છું. આગામી સમયમાં હું રાજપીપળા નગરનો વિકાસના કામો કરીશ જે પણ વિકાસના કામો અધૂરા છે તેને પૂર્ણ કરીશ અને રખડતા પશુઓ અને ટ્રાફિકની સમસ્યા પણ આગામી સમયમાં હલ કરીશ.
રાજપીપળા નગરપાલિકામાં પહેલીવાર જ ચૂંટાયેલા સભ્યોને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે તો ત્યારે રાજપીપળા નગરનો આગામી સમયમાં કેટલો વિકાસ થશે એ તો આવનાર સમય જ બતાવશે.
આરીફ જી કુરેશી