Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના તિલકવાડા ગુરુમુખી એજન્સીની છત્તીસગઢના સહ પ્રભારી નિરંજન વસાવા એ મુલાકાત લીઘી

Share

નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ અને છત્તીસગઢના સહ પ્રભારી નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લાના પ્રજાના પ્રશ્નો તેઓ મજબૂતી ઉઠાવે છે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહ્યાં છે.

ઘણી યોજનાઓ માત્ર કાગળ પર બતાવી સરકારના કરોડો ચાઉ કરી દેવામાં આવે છે : નિરંજન ભાઈ વસાવા આપ જિલ્લા પ્રમુખનો આક્ષેપ

Advertisement

તિલકવાડા સ્થિત ગુરુમુખી એજન્સીની મુલાકાત લેતા સ્થાનિક આદિવાસી લોકોના બદલે બહારના લોકોને રોજગારી આપવામાં આવતી હોવાનો આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ લગાવ્યો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે તિલકવાડા નજીક ગણસીદા રોડ ખાતે ગુરુમુખી આદિવાસી વિકાસ એજન્સી દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ દ્વારા અગરબત્તી બનાવટ / બમ્બુ હેન્ડ ક્રાફટ જેવી વિવિધ વસ્તુઓ બનાવવા માટે પ્લાન્ટ ચલાવવામાં આવે છે જેથી કરીને સ્થાનિક આદિવાસી લોકોને રોજગારી મળી રહે આ એજન્સીની મુલાકાતે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઇ વસાવા આવી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ સ્થાનિક મહિલાઓ સાથે વાત કરી એજન્સીમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી અને આ સંસ્થા ખાતે સ્થાનિક આદિવાસી લોકોના બદલે બહારના લોકોને રોજગારી આપવામાં આવતી હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો હતો.

આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઇ વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તિલકવાડા ખાતે સ્થાનિક ગરીબ લોકોની વારંવાર રજૂઆતને જોતા આજરોજ સ્થળની મુલાકાત લીધી અહીંયા માટી કામ યોજના અંતર્ગત ટ્રાબલ વિસ્તારમાં બમ્બુ હેન્ડ ક્રાફ્ટ કલ્ચર યોજના દ્વારા ગુરુમુખી એજન્સી ખાતે વિવિધ વસ્તુઓ બનાવી સ્થાનીક આદિવાસી લોકોને રોજગાર મળી રહે તે માટે સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ અહીંયા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી તેના સ્થાને આણંદ જિલ્લાના લોકો અહી કામ કરતા જોવા મળ્યા હતા અને અમને જોઈ તેઓને અહીંયાથી હટાવી દેવામાં આવ્યા હતા સરકાર તરફથી તાલીમ દરમિયાન વિવિધ સુવિધા આપવામાં આવે છે પણ ઘણી બધી સુવિધાઓ તાલીમાર્થીઓને અહીંયા આપવામાં આવતી નથી વર્મી કમ્પોઝ યોજના કાજુ મશીન યોજના જેવી ઘણી યોજનાઓ માત્ર કાગળ પર બતાવી સરકારના કરોડો ચાઉ કરી દેવામાં આવે છે જેથી ગરીબ આદિવાસી ગરીબ જ રહી જાય છે.

સરકાર દ્વારા ટ્રાબલ વિસ્તારમાં વિવિધ પ્રકારની યોજનાઓ માટે કરોડો રૂપિયા આદિવાસીઓના વિકાસ માટે ફાળવવામાં આવે છે આવી યોજનાઓ દરેક ટ્રાયબલ વિસ્તારમાં ચાલતી હોય છે આ યોજના તિલકવાડા ખાતે ગુરુમુખી આદિવાસી વિકાસ એજન્સી દ્વારા ચલાવવામાં આવી રહી છે અને ઘણા રાજકીય આગેવાનોની ઓરખ લઈને સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો આ બાબતે સ્થાનિક લોકોને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આવા તમામ પ્રોજેક્ટને ખુલ્લો પાડવાની ચીમકી નિરંજનભાઈ વસાવા એ ઉચ્ચારી હતી.


Share

Related posts

ભરૂચ : તંત્રની બેદરકારી : નારાયણ નગર 5 માં ઉભરાયેલ ગટરોનો યોગ્ય નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય : લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરાયો.

ProudOfGujarat

દમણથી દારૂ પાસ કરનારની ખેર નથી ,પીએસઆઈ સોલંકીની કામગિરીએ બુટલેગરોની કમર તોડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!