Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના પ્રભારી સંદીપ માંગરોલાની આગેવાની હેઠળ ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ.

Share

લોકસભાની ચૂંટણીને હાલ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ 2024 ની લોકસભાની ચૂંટણીને કામગીરી માટે લાગી ચૂકી છે ત્યારે નર્મદા જિલ્લામાં પડી ગયેલી કોંગ્રેસ હવે ફરીને ફરી ઉભી કરવા માટે નર્મદા જિલ્લાના પ્રભારી સંદીપભાઈ માંગરોલા જિલ્લાના દરેક તાલુકાઓમાં જઈને બેઠકો કરી રહ્યા છે અને નર્મદા જિલ્લાના સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે.

આજરોજ તારીખ 5/09/2023 ને મંગળવારના ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રભારી સંદિપ માંગરોલા, તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી હરેશભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપ પ્રમુખ રણજીતસિંહ તડવી (મહાકાળી), કાર્યકારી પ્રમુખ રોહિતભાઈ પટેલ, નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અજયભાઈ વસાવા, પ્રફુલભાઈ પટેલ, મહામંત્રી વિરલભાઈ પટેલ, ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ તડવી, વિપક્ષ નેતા દક્ષાબેન તડવી તેમજ સ્થાનિક આગેવાનો આ મિટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષના સંગઠન અને આવનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારી રૂપે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 5 ના કરૂણ મોત

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનાં પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ)એ વોર્ડ નંબર ૧ માં અપક્ષ તરીકે ઉમેદવારી કરી.

ProudOfGujarat

અંકલેશ્વરના સેલિબ્રેશન હોલ ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!