Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની એમ.આર વિદ્યાલય ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Share

પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં શિક્ષણ ક્ષેત્રમાં સારું કાર્ય કરનાર તેવા શિક્ષકોને સન્માન કરવામાં પણ આવતું હોય છે.

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. અત્રેની શાળા એમ.આર.વિદ્યાલયમાં આચાર્ય યોગેશભાઈ એમ.વસાવાના નેજા હેઠળ શિક્ષકદિન તથા સ્વશાસનદિન ની ભવ્ય ઊજવણી કરાઈ હતી. જેની નોંધપાત્ર વિશેષતાઓ નીચે પ્રમાણે છે.

શાળાના પ્રાર્થનાખંડમાં ડો.રાધાકૃષ્ણનની છબીને ફૂલહાર તથા દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વશાસનદિનની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય, સુપરવાઈઝર, શિક્ષક તથા સેવકગણની ભૂમિકા ભજવવામાં આવી હતી. સ્વશાસન દિનના ઊજવણીના ભાગરૂપે શિક્ષક બનેલ વિધાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તથા શાળાના શિક્ષક સ્મિતલભાઈ ચૌધરી તથા નીતિનભાઈ વસાવા દ્વારા ડો.રાધાકૃષ્ણનના જીવનની ઝાંખી રજુ કરાઈ હતી. શિક્ષકદિન નિમિત્તે ભાગ લેનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એ શિક્ષકદિન વિશે પ્રેરક ઉદબોધન કર્યું હતું. મા.વિભાગના સુપરવાઈઝર હરીશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ભુપતસિંહ વસાવા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. અંતે વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોનો ગ્રુપ ફોટો પાડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પાનોલીની પનોરમા એરોમેટીકલ્સ કંપનીમાં બ્લાસ્ટ યુનિટ પ્લાન્ટ 2માં ડિસ્ટીલેશન કોલમ બ્રેક થતા ઘટના બની

ProudOfGujarat

ભરૂચ પંથકમાં હોળી -ધુળેટીનો પર્વ ઉલ્લાસ ભેર ઉજવાયો…ભરૂચ પંથકમાં તહેવારના ઉમંગનો કર્ફ્યુ …દુકાનો બંધ …રીક્ષા બંધ …વાહનો બંધ …માત્ર ધુળેટીના રસિયાઓ ઠેર-ઠેર …રંગ બરસે …નદીના પાણી જોઈ નિરાશા.

ProudOfGujarat

ભરૂચની દહેજ જીઆઇડીસી માંથી 85,400 લીટર શંકાસ્પદ કેમિકલ જપ્ત કરતી ભરૂચ એસઓજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!