Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડાના કારેલી ગામ પાસેથી પાંચ જુગારીઓને એલ.સી.બી નર્મદાએ ઝડપી લીધા

Share

તિલકવાડાના માંગુ ગામેથી કારેલી ગામ જવાના રસ્તા ઉપર નિર્માણધીન મકાનના બીજા માળેથી ૬.૪૦ લાખના રોકડ રૂપિયા સાથે પાંચ જુગારીઓને એલસીબી નર્મદાએ ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી નર્મદાને બાદમે મળી હતી કે તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના માંગુ ગામથી કારેલી ગામ તરફ જવાના રોડ ઉપર અંડર કન્સ્ટ્રકશન મકાનમાં જય કુબેર એગ્રો બીજ સેન્ટર નામની એગ્રોની દુકાનના બીજા માળે જુગારનો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહેલ છે ત્યારે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા જુગાર અંગેની રેઇડ કરતા આ બંધ મકાનમાં ગોળ કુંડાળુ વળીને પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમતા કુલ-૦૫ જુગારીયાઓને ઝડપી પાડી તેમની અંગઝડતી તેમજ દાવ ઉપરના રોકડ મળી કુલ કિ.રૂ.૬,૪૦,૬૨૦/- તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૨૦,૫૦૦/- તથા સ્ટીલનો ત્રાસ તથા પાથરણું કિ.રૂ.૨૦૦/- મળી ફુલ્લે કિ.રૂ.૬,૬૧,૩૨૦/-ના મુદ્દામાલ કબ્જે કર્યો છે પકડાયેલ આરોપીઓ (૧) આશિષ જગદીશભાઇ દલવાડી રહે. નસવાડી તા.નસવાડી જી.છોટાઉદેપુર (ર) જાવીદભાઇ ઇઅકબાલભાઇ મેમણ રહે. નસવાડી જી.છોટાઉદેપુર (3) ઇદ્રીશભાઇ બાબુભાઇ મોટલાની રહે. આમરોલી તા.નસવાડી જી.છોટાઉદેપુર (૪) હેમલભાઇ દિનેશભાઇ સોલંકી રહે. નસવાડી તા,નસવાડી જી.છોટાઉદેપુર (૫) ભરતભાઇ કાલીદાસ તડવી રહે. તિલકવાડા ડેરી ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા. ને તિલકવાડા પોલીસ મથકમાં ગુનાના કામે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા સસ્તા અનાજની દુકાનના સંચાલક મંડળના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટે રાજીનામું આપ્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અશા ગામની સીમમાં પાંચ ખેતરોમાં કુવાની મોટરો પરના વાયર ચોરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!