સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે કાલથી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરાશે. ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે થશે મોન્સૂન મેધ મલ્હાર પર્વનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમટેડના સંયુક્ત ઉપક્રમે એકતાનગરના આંગણે નર્મદા ડેમ વ્યૂહ પોઇન્ટ- ૧ ખાતે તા. ૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન યોજાનારા મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩” નું સવારે ૧૦:૦૦ કલાકે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ થનાર છે.
મોન્સૂન મેધ મલ્હાર પર્વની ઉજવણી પ્રસંગે અનેકવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃતિઓ યોજાનાર છે. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુતિ, ક્રાફ્ટ સ્ટોલ અને કુંડ સ્ટોલ, મોન્સુન થીમ પર સુશોભન તેમજ યોગા ક્લાસીસ, ક્વિઝ કોન્ટેસ્ટ, સેમિનાર, વિવિધ રમતો, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી કોમ્પિટિશન, મનોરંજન પ્રવૃત્તિઓ, એડવેન્ચર એક્ટિવિટી વગેરેમાં સહભાગી થશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી ભિખુસિંહજી પરમાર, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત નર્મદા પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિત રહેશે