રાજપીપળા એસટી ડેપો ખાતે એક મહિલાનું પર્સની ચોરી થતા તેમાં મુકેલા રકમ અને સોનાના દાગીનાની ચોરીને ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે.
ત્યારે રાજપીપળા પોલીસ દ્વારા એસટી ડેપો ખાતે તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસમાં સીસીટીવી ચેક કરવા જાણવા મળ્યું હતું કે રાજપીપલા એસટી ડેપોના CCTV બંધ જોવા મળ્યા હતા અને વધુમાં જાણવા મળ્યું છે કે CCTV બંધ હોવાથી હવે આ ચોરને પકડવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડશે કેમ કે જો સીસીટીવી ચાલુ હોત તો આ ચોર વહેલામાં વહેલી તકે પકડાઈ જાત.
ઉલ્લેખિયન છે હોટલો અને ગેસ્ટ હાઉસના CCTV લગાવવા માટે જાહેરનામું હોય છે ત્યારે કેટલીકવાર હોટલો અને ગેસ્ટ હાઉસમાં CCTV બંધ જાણવાનું મળે છે ત્યારે પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ વિરુદ્ધ જે તે હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આ રાજપીપળા એસટી ડેપો ખાતે સીસીટીવી બંધ રહેતા શું હવે પોલીસ દ્વારા આ એસટી ડેપોના જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવશે ખરા તેવા અનેક સવાલ રાજપીપળામાં હાલ ચર્ચા રહ્યા છે.