નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં નગરપાલિકા દ્વારા અનેક વિકાસનાં કામો થયા છે પરંતુ વર્ષો જૂની રાજા રજવાડા સમયની પીવાના પાણીની લાઈનો કંડમ હોવાથી અનેકવાર કેટલાક વિસ્તારોમાં પાણી ખરાબ આવતું હોવાની કે અન્ય જીવ જંતુઓ નિકળતાં હોવાની ઘટના સામે આવે છે જેમાં સ્થાનિકોનાં સ્વાસ્થ્ય બાબતે સવાલ ઉઠે છે ત્યારે હાલમાં પણ આશાપુરી વિસ્તારમાં આવી ઘટના સામે આવી છે.
આશાપુરી વિસ્તારમાંથી મળતી વિગતો મુજબ રક્ષાબંધનનાં દિવસે આશાપુરી મંદિરની બાજુમાં આવેલા સરકારી નળમાંથી સ્થાનિક રહીશ પીવાનું પાણી ભરતા હતા એ દરમિયાન નળમાંથી સાપનો મોટો કણ ટબમાં પડતા આ વ્યક્તિ ચોંકી ઉઠ્યા હતા ત્યારે આ બાબતની જાણ અન્ય લોકોમાં થતા લોકટોળા એકઠા થયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે આખા રાજપીપળામાં જૂની લાઇનો છે જે લોખંડની પાઇપો હોવાથી સડી ગયેલ હોય તેમ કાણા પડતા જમીનમાંથી જીવ જંતુઓ પાઇપ દ્વારા પાણીના નળમાં આવતા હોય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે માટે વર્ષોથી ખોરંભે પડેલ ફિલ્ટર પાણીનો પ્લાન્ટ વહેલીતકે શરૂ થાય તેવી માંગ છે.
રાજપીપળામાં આવેલ આશાપુરી મંદિરના વિસ્તારમાં સરકારી નળમાંથી સાપનો કણ નીકળતાં લોકોમાં રોષ
Advertisement