નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના મુજબ જીલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરફેર/વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી સંદર્ભે નાર્કોટીક્સના કેસો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેક્ટર આર.જી. ચૌધરી ઈ.ચા. એસ.ઓ.જી શાખા નર્મદાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાનાં માણસોએ ટીમો પાડી બાતમીદારથી બાતમી મેળવેલ કે, મોજે સેલંબા ગામે રહેતો એક ઈસમ પોતાના ઘરે ગે.કા.નો વગર પાસ પરમીટનો ગાંજો રાખી તેનું વેચાણ કરે છે. જે ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મહમદ ઈરફાન મહમદ મકરાણી રહે. જમાદાર ફળિયું, કુલ વજન ૩૦૯ ગ્રામ જેની કિ.રૂ.૩,૦૯૦/-ના તથા મોબાઈલ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત (૧) શહેનાઝ સાદીક શેખ રહે.ધડગાવ,હોળી ચોકની બાજુમાં, તા.ધડગાવ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે,
રાજપીપળા : સેલંબા ગામેથી ગાંજાનાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા,
Advertisement