Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા હરસિધ્ધિ માતાના મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા

Share

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન તા.૧૯ થી ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી ગુજરાતના પ્રવાસ પધાર્યા હતા. કેન્દ્રીય મંત્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ તારીખ ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા ટેન્ટ સીટી-૧ ખાતે બે દિવસીય કેન્દ્રીય નાણાં વિભાગની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારામન આ દિવસે કેવડીયા ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તથા SOU ના CEO ઉદિત અગ્રવાલ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, કેન્દ્રીય મંત્રીએ કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરીને ચોમાસાની મહેક, પ્રાકૃતિક સોંદર્ય અને વનરાજીનો નજારો નિહાળીને ખુશી વ્યક્ત કરી આનંદવિભોર બન્યા હતાં.

Advertisement

મંત્રીએ તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ ચિંતન શિબિર પૂર્ણ કરી ટેન્ટસીટી -૧ ખાતેથી બપોરે ૧૨:૧૫ કલાકે રાજપીપલા ખાતે આશરે ૬૦૦ વર્ષ જુના પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શને આવી પહોંચ્યા હતા. ત્યારે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પૂજારી દ્વારા ભક્તિ ભાવપૂર્વક કેન્દ્રીય નાણામંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને પૌરાણિક મંદિરમાં હરસિધ્ધિ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, અને દેશના જનજનના કલ્યાણની હરસિધ્ધિ માતાજીને કામના કરી હતી. પૂજારી કિસન મહારાજ દ્વારા મંદિરનો ઇતિહાસ અને ઉદભવ અંગેની માહિતીથી મંત્રીને વાકેફ કર્યા હતા. મંદિર પરિસરમાં શ્રી નયન ભટ્ટ, વૈભવ ભટ્ટ, શ્રીમતી રાજેશ્વરી ભટ્ટ દ્વારા તિલક-પ્રસાદ અને સાડી સહિત માતાજીની તસ્વીર ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. જેને ભાવપૂર્વક સ્વીકારી મંત્રી એ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પોતાના સમયઅનુકૂળ મંત્રી સીતારામન બાયરોડ ડાકોર રણછોડ રાયના પવિત્ર શ્રાવણ માસે દર્શનાર્થે જવા રવાના થયા હતા અને ડાકોર ખાતે દર્શન કરી વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

મંદિરના ટ્રસ્ટી ભાસ્કરભાઈ સોનીએ મંત્રીની મુલાકાત પુરી થયા બાદ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, રાજપીપલા રજવાડું સંપૂર્ણ આંતરિક અધિકારક્ષેત્ર ધરાવતું દેશી રજવાડું હતું. ૬૦૦ વર્ષથી વધુ ગોહિલ વંશનું આધિપત્ય રહ્યું હતું. સત્તરમી સદીના મહારાણા છત્રસાલજી ગોહિલના પાટવીપુત્ર સત્તરમી વેરિસાલજી ગોહિલને હરસિધ્ધિ માતાજી પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિ પોતાના માતૃશ્રી તરફથી વારસામાં મળેલ હોઈ તેઓ વારંવાર ઉજ્જૈન જતા અને માતાજીની ઉપાસના કરતા ત્યારથી તેમને પોતાની નગરીમાં હરસિધ્ધિ માતાજીને લાવવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. માતાજીને લાવતા હતા ત્યારે ઝાંઝરનો અવાજ છેક સુધી સંભળાતો હતો અને શરત પ્રમાણે પાછું વળીને ન જોયું એવી હતી અને આ જગ્યાએ પાછું વળીને જોતા જ માતાજીની સ્થાપના થઈ હતી. ત્યારથી હરસિધ્ધિ માતાના મંદિરે લોકો ભક્તિભાવથી પુજા-અર્ચના સાથે દર્શનાર્થે આવે છે.

આ પ્રસંગે, પ્રતિભા દહિયા (IAS) પ્રોબેશનર, નાંદોદ પ્રાંત અધિકારી શૈલેશ ગોકલાણી, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાયબ કલેક્ટર જીજ્ઞા દલાલ, નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, નાંદોદ મામલતદાર પી. એલ. ડિંડોર સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Share

Related posts

રાજપીપળા : કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખની પત્નીને વોર્ડનં ૦૭ માંથી ભાજપે ટિકીટ આપી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લાના લાપતા થયેલ યુવકનો નર્મદાના કિનારે તણાઇને આવેલ મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

માંગરોળ ખાતે ભાજપ સદસ્યતા અભિયાનની કાર્યશાળા યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!