Proud of Gujarat
FeaturedGujaratINDIA

મસુરી તાલીમ સેન્ટરના 14 IAS તાલીમી ઓફિસર્સ નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે

Share

ભારત સરકારની સિવિલ સર્વિસ માટેની UPSC ક્લિયર કરીને ઓફિસર્સને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી ખાતે તાલીમ લઈ રહેલા ૧૪ જેટલા IAS ટ્રેનર ઓફિસર્સ નર્મદા જિલ્લાની મુલાકાતે આગામી તા.૨૬ મી ઓગષ્ટથી પધારનાર છે. જિલ્લામાં આવી રહેલા તાલીમી અધિકારીઓના અતિથિ સત્કાર, ગ્રામીણક્ષેત્રની માહિતીથી વાકેફ કરવા સહિત રોકાણ અને મુલાકાત સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થા માઈક્રો પ્લાનિંગ અંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

નર્મદા જિલ્લામાં આવનારા તાલીમી ઓફિસર્સ “ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્સ પ્રોગ્રામ (FSRP)” અંતર્ગત દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામે રોકાણ કરી આદિજાતિઓની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે. આ તાલિમી અધિકારીઓ તા. ૨૬મી ઓગસ્ટથી ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન ડુમખલ અને સામોટમાં રહીને વનરાજીનું નિરિક્ષણ, અભ્યાસ સાથે વિવિધ સ્થળોની મુલાકાત કરશે. જિલ્લામાં આ તાલીમી ઓફિસર્સના આગમન સંદર્ભે રોકાણ વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, સ્વચ્છતા, આવા-ગમન માટે જરૂરી વાહનોની વ્યવસ્થા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જિલ્લાના વન વિસ્તારોની મુલાકાત, એડવેન્ચર અંગેની આનુષાંગિક વ્યવસ્થાઓના માઈક્રો પ્લાનિંગ સહિત સુચારુ ટાઈમ ટેબલ ગોઠવવા અંગે જેમને જવાબદારી સોંપાઈ છે તેવા જિલ્લાના અધિકારી ઓને જરૂરી સૂચનો કરવા સાથે ઓફિસર્સની સુરક્ષા પર કલેક્ટરએ વિશેષ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નીરજકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના એસ.એચ.મોદી, દક્ષિણ ગુજરાત વીજ કંપની-રાજપીપલાના કાર્યપાલક ઈજનેર એચ.ટી.પ્રજાપતિ, દેડિયાપાડના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, એ.આર.ટી.ઓ. નર્મદા નિમિષા પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ વસાવા, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા, દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત સંબંધિત અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર નાળામાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અંકલેશ્વરની અગ્રણી અને આદરણીય મહિલાઓના મંતવ્ય

ProudOfGujarat

નર્મદા જિલ્લાની 8 ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર, કહી ખુશી કહી ગમનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!