નર્મદા જિલ્લામાં સ્કૂલ ટાઈમે દોડતી બસો અનિયમિત થતા ફરી બૂમો ઉઠી છે અને શાળા કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને પુનઃ મુશ્કેલી પડી રહી છે એટલે એસ.ટી વિભાગને જાણ કરી બસો વધારવા માંગ કરી છતાં કોઈ પરિણામ ના મળતા સોમવારે સવારે રાણીપરા નામલગઢ તરફથી આવતી ST બસોને કુંવારપારા પાસે વિદ્યાર્થીઓ એ ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં રસ્તા પર બેસી બસો રોકો આંદોલન કર્યું હતું. એક પછી બીજી બસોને પણ રોકી એટલે બસોની સંખ્યા વધવા લાગી હતી. તો બીજીબાજુ ગ્રામજનોની સંખ્યા પણ વધતા બસને નુકસાન પહોંચાડશે કે કેમ એ બીકે બસના ડ્રાઈવરોએ એસ.ટી. કંટ્રોલ પર ફોન કરીને જાણ કરતા એસ.ટી. વિભાગે રાજપીપળા ટાઉન પીઆઇ આર.જી ચૌધરીને જાણ કરી ત્યારે પોલીસ તાત્કાલિક કુંવરપુરા ગામ પાસે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.
વિધાર્થીઓ સાથે ગ્રામજનો બસો રોકી રાખી આગળ ના જવા દેતા હોય અન્ય પ્રવાસીઓ પણ અટવાતા હોય રાજપીપળા ટાઉન પોલીસે સરપંચ અને આપ ના આગેવાનને સમજાવવા છતાં ના માનતા અંતે ડિટેન કર્યા હતા. આપના આગેવાનને ડિટેન કરેલ હોવાની વાત જાણતા આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તાત્કાલિક રાજપીપલા પોલીસ સ્ટેશન પહોંચી પોતાની પાર્ટીના આગેવાનને છોડાવ્યા હતા.
આ બાબતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ જણાવ્યું હતું કે વનબંઘુ યોજનાના નામે એસ.ટી.વિભાગ નવી બસો અનેક લાવે છે પણ એ ક્યાં જાય છે ખબર નથી. આ રાણીપુરા રુટ, નામલગઢ રુટની અનિયમિત બસો નથી ડેડીયાપાડા વિસ્તારમાં પણ નિયમિત બસો આવતી નથી. 7 બસો મૂકે જેમાં 3 બસો જ ચાલે તો નવી બસો જાય છે ક્યાં. રજુઆત કરવાથી જો ફેર નથી પડતો તો પછી મોટું આંદોલન છેડવું પડશે અને વનબંધુ કલ્યાણ યોજનાની બસો ક્યાં ગઈ માહિતી મંગાવી પડશે રાજ્ય સરકાર પાસેથી એવું લાગે છે.