Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં રખડતા પશુઓ સામે કાર્યવાહી નહી થતાં લોકોમાં રોષ

Share

નર્મદા જિલ્લાનું વડુમથક રાજપીપળામાં મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે ત્યારે અવારનવાર આ બાબતે ચર્ચાઓ થાય છે પરંતુ કોઈ નક્કર પરિણામ નથી મળતું.

તાજેતરમાં ટ્રાફિક સમસ્યાની હલ કરવા માટે રાજપીપળાના સ્ટેશન રોડ ઉપર પાલિકા દ્વારા બંને બાજુએ સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા છે આજે રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા પાર્કિંગ માટેની ડ્રાઇવનું આયોજન કરાયું હતું જેમાં વાહન ચાલકોને પટ્ટા ની અંદર વાહન ઉભું રાખવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ખુલ્લો થયેલો જોવા મળ્યો હતો. રાજપીપળા પોલીસની ટ્રાફિક બાબતે કાર્યવાહી સરાહનીય છે પરંતુ રાજપીપળા વિસ્તારમાં જાહેર પાર્કિંગની લોકો માંગ કરી રહ્યા છે ઉપરાંત રસ્તે રખડતા પશુઓના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને કેટલાય વાહન ચાલકો પશુઓની અડફેટે આવી અકસ્માતનો ભોગ બને છે ત્યારે આ બાબતે જવાબદાર કોણ તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

પશુઓ લડે ત્યારે તેમની અડફેટે આવી કેટલાક નિર્દોષ લોકોએ ભૂતકાળમાં જીવ પણ ગુમાવ્યો છે તેમ છતાં જાણે તંત્ર મુક પ્રેક્ષક બનીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે તો શું જિલ્લાના ઉપરી અધિકારીઓ આ બાબતે ધ્યાન આપશે ? કે રાજપીપળાની પ્રજા સમસ્યાઓથી જુજતી રહેશે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

• રાજપીપળામાં ફોરવ્હીલ પાર્કિગની જરૂરિયાત

રજવાડી નગરી રાજપીપળામાં મુખ્ય બજાર ખૂબ નાનું છે ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અહીંયા લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આવતા હોય છે ત્યારે પાર્કિંગના અભાવે પોતાનું ફોરવ્હીલ વાહન રસ્તા ઉપર પાર્ક કરવા મજબૂર બન્યા છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર જાગે અને ફોરવ્હીલ ગાડીઓ માટે સ્ટેશન રોડ વિસ્તારમાં બે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.

• સમાચાર પત્રોમાં રખડતા પશુઓની સમસ્યા બાબતે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ તંત્ર નિષ્ક્રિય

રાજપીપળામાં રખડતા પશુઓ બાબતે અનેકવાર લોકોએ તંત્રમાં રજૂઆત કરી છે ઉપરાંત ભૂતકાળમાં આ બાબતે સમાચારો પણ પ્રસિદ્ધ થયા છે તેમ છતાં પણ તંત્ર જાણે ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરી રહ્યું હોય તેમ કોઈ નક્કર પગલાં નહીં લેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપની મતદાતા ચેતના અભિયાનને લઈ બેઠક મળી

ProudOfGujarat

પરપ્રાંતિય પ્લાન ઓપરેટરે બાકી નીકળતા પગાર પેટે કર્વારી પરથી રૂપિયા દોઢ લાખનું મેટલ ડિટેકટર ઉઠાવી જતાં માલિક દ્વારા નેત્રંગ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

વલસાડમાં EVMને હેક કરવા સ્ટ્રોંગરૂમ આસપાસ વાઇફાઇ લગાડ્યા હોવાના કોંગ્રેસ-AAPના આક્ષેપ બાદ કલેકટરની સ્પષ્ટતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!