નર્મદા ડેમની જળ સપાટી 130.09 મીટર પર પહોંચી છે. ડેમની જળ સપાટીમાં 16 સેન્ટીમીટરનો વધારો થતા જલસપાટી 130 ને પાર પહોંચી છે. નર્મદા ડેમની જળ સપાટીમાં પાણીની આવકના કારણે સતત વધારો થઈ રહ્યો છે. વધુ વરસાદ ઉપરવાસમાં પડે છે તો ડેમની જળ સપાટીમાં હજૂ પણ વધારો જોવા મળી શકે છે.
નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. 24 કલાકમાં પડેલા વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં 16 સેન્ટી મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણી આવતા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. ત્યારે અત્યારની સ્થિતિએ ડેમની જળ સપાટી વધીને 130.09 મીટર પહોંચી છે.
પાણીની જરુરીયાત ગુજરાતમાં ઉભી થાય તો નર્મદા ડેમ થકી પુરા ગુજરાતમાં પાણી પહોંચી શકે તે પ્રકારે ડેમ સક્ષમ છે. આ વખતે એકથી સવા મહિનામાં જ ચોમાસા દરમિયાન ડેમની જળ સપાટી 130 ને પાર પહોંચી ચૂકી છે.
નર્મદા ડેમ ઉપકાંત દક્ષિણ ગુજરાતમાં કેટલાક અન્ય ડેમો પણ ઓવરફ્લો થવાની કગાર પર તો કેટલાક ભયજનક સપાટી પર છે. આ પ્રકારે ડેમોમાં, નદીઓમાં નવા નીરની આવક વરસાદના કારણે થઈ રહી છે. ગુજરાતમાં અગામી સમયમાં પણ વરસાદ થશે ત્યારે વધુ આવક પાણીની વરસાદના કારણે રાજ્યમાં થશે.