Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નજીક કરજણ ડેમની સપાટી વધતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા

Share

રાજપીપળા નજીક કરજણ ડેમની સપાટી ભારે વરસાદના કારણે વધતાં ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ અવરજવર ન કરવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે, ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજપીપળા નજીક જીતનગર ખાતે આવેલ કરજણ ડેમમાંથી ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. કરજણ ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થતા પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ ૨૮ જુલાઈ ૨૦૨૩ સવારે ૯:૦૦ કલાકે કરજણ ડેમની જળ સપાટી ૧૦૭.૫૯ મીટર નોંધાઈ છે આથી ડેમના ત્રણ દરવાજા ખોલી ૧૬,૧૨૮ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે.ઉપરવાસમાંથી હાલ પાણીની આવક ૨૨,૮૯૨ ક્યુસેક નોંધાઈ રહી છે. અગામી સમયમાં જો આવક વધશે તો ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવશે.

રાજપીપળા કરજણ નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર પણ એલર્ટ બન્યું છે, રાજપીપળા કરજણ નદીના ઓવારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ઉપરાંત પાલિકાની એક ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય કિનારે ગોઠવવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરત : પીપલોદમાં ગટર સાફ કરવા ઉતરેલ ત્રણ કામદારો ગૂંગળાઇ જવાથી બે ના મોત.

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં કડકડતી ઠંડીથી લોકો પરેશાન.

ProudOfGujarat

વડોદરા-માંજલપુર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ બસ પર કર્યો પથ્થર માર્યો-બે એસ.ટી ના કાચ ફોડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!