સમગ્ર નર્મદા જિલ્લામાં 29 ના રોજ મોહરમની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજપીપલા પોલીસે રાજપીપળા શહેરમાં જુલૂસ નીકળવાનો છે તે સમગ્ર રૂપ પર રાજપીપળા પોલીસે પેટ્રોલિંગ કર્યું.
રાજપીપળામાં તારીખ 29 ના રોજ મોહરમ નિમિત્તે જુલૂસ કાઢીને મોહરમની ઉજવણી કરવામાં આવનાર છે તેને લઈને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે રીતે તમામ પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં યોજાઇ હતી ત્યારે રાજપીપળા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમાં રાજપીપલા પોલીસ સ્ટેશનથી નાગરિક બેંક, બ્રહ્મકુમારી ચોકડી, સફેદ ટાવર, જૂની સબ જેલ, સૂર્ય દરવાજા, લાલ ટાવર, મોરચા થઈ લાઇબ્રેરી અને દરબાર રોડથી જુના પોલીસ સ્ટેશન આશાપુરી માતા, કાછીયાવાડ, મોટા માછીવાડ આ સમગ્ર વિસ્તારમાં રાજપીપળા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને રાજપીપળા મુસ્લિમ સમાજના આગેવાનો પેટ્રોલિંગ દરમિયાન હાજર રહ્યા હતા.
રાજપીપળા શહેરમાં મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું
Advertisement