હાલ સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિનો માહોલ છે તેવામાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ સાઉથ ગુજરાત તરફ વરૂણદેવ અનરાધાર પોતાની કૃપા વરસાવી રહ્યા છે. જેમાં સરદાર સરોવર સરોવર ડેમની સપાટીમા વધારો નોંધાયો છે. નર્મદા ડેમની પાણીની સપાટી છેલ્લા 24 કલાકમાં 31 સેન્ટિમીટર જેટલી વધી છે અને નોંધાયેલ આંકડા મુજબ સવારે 8 વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 128.82 મીટર નોંધાયેલ છે. આ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. હાલ પાણીની આવક 1,00, 606 કયુસેક જેટલી નોંધાયેલ છે, છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 62,919 ક્યુસેક નોંધાય છે જેની સામે રિવરબેડ પાવર હાઉસમાંથી નદીમાં પાણીની જાવક 32,843 ક્યુસેક નોંધાય છે. જો નર્મદા ડેમની પાણીની સપાટી 130 મીટરને વટાવશે તો નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાશે.
Advertisement