સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વરસાદ વધતા વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટી 128.51 મીટર પહોંચી છે. ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 10 મીટર જેટલો દૂર છે. ત્યારે અત્યારથી જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગત વખતની જેમ જળ સપાટી વધતા નર્મદા ડેમના દરવાજાઓ ખોલવામાં આવી શકે છે.
નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર મહત્તમ છે ત્યારે માત્ર 10 મીટર દૂર ડેમની જળસપાટી મહત્તમથી છે ત્યારે પાણીની આવક 1 લાખ 10 હજાર 350 ક્યુસેક પહોંચી છે. 24 કલાકમાં જળ સપાટી 65 સેમી વધી છે. નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા છે. ગુજરાતભરમાં પાણી આપવા માટે સરદાર સરોવર ડેમ સક્ષમ છે ત્યારે સારી વાત એ પણ છે કે, આ વખતે ડેમ ભરાતા ખેડૂતોને ખેતી માટે પાણીની કોઈ તંગી નહીં વર્તાય. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી જળ સપાટી 13 જુલાઈના રોડ 124.51 મીટર હતી. સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
નર્મદા ડેમની જળસપાટી આગળથી આવી રહેલા પાણી તેમજ વરસાદના કારણે વધુ વધી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છે. ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા એક તરફ ખેડૂતો માટે ખુશીની વાત પણ છે કેમ કે, ઉનાળું ખેતી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં નર્મદાના પાણીથી જ થાય છે. ત્યારે ડેમની જળસપાટી છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે ભયજનક સપાટીની નજીક પણ પહોંચે છે.