નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વડામથક રાજપીપળા ખાતે નગરપાલિકાની પેટા ચૂંટણી યોજવાની છે તેમાં આજે છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર પ્રાંત કચેરી ખાતે નોંધાવી.
નગરપાલિકા વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના નામદેવ વોર્ડ નંબર 6 માં ચૂંટણી જીત્યા હતા ત્યારે તેઓનું કોઇ કારણસર મૃત્યુ થતાં બેઠક ખાલી પડતા તેની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે ત્યારે નગરપાલિકામાં પહેલી વખત આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે અને આજે છેલ્લા દિવસે ભાજપ ઉમેદવાર તરીકે પાર્થ સુભાષચંદ્ર જોશી, ભાજપના ડમી ઉમેદવાર તરીકે હાલના રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિહ ગોહિલના ભાઈ રાજદીપે ઉમેદવારી પત્ર ભર્યું છે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિવેદન (ઉર્ફ જીગર) ઉમેદવાર નોઘાવી અપક્ષ તરીકે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા, ઉમેદવારી નોંધાવી છે અને આ પેટાચૂંટણી ભારે રસાકસી રહેશે તેવા એધાણો સર્જાઈ રહ્યા છે.
ઉલ્લેખ છે કે પાછલા અઢી વર્ષથી ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને શાસન કરી રહ્યું છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે પાછલા અઢી વર્ષમાં ઘણા વિકાસના કામો થયા છે પણ તેમાં ભ્રષ્ટાચાર મોટાપાયે થયો હોય તેવા જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પાછલા ઘણા સમયથી રાજપીપળા શહેરમાં ગેસ લાઇન, ભુગર્ભ ગટરની પણ કામગીરી કરવામાં આવી છે ત્યારે રસ્તાઓનાં આડેધર ખોદકામ કરતા રહીશો હેરાન પરેશાન થયા હતા. આવામાં નગરપાલિકાની પેટા ચૂંટણી આવી છે કે ત્યારે શું ફરી રાજપીપળા વોર્ડ નંબર 6 ની જનતા ભારતીય જનતા પાર્ટીના સભ્યોને ચૂંટણીમાં વોટ આપીને જીતાડીને મોકલશે અને ખાસ કરીને કોંગ્રેસ પણ જાણે નગરપાલિકાના ભાજપ સાથે મળીને શાસન કરતું હોય એમ લાગી રહ્યુ છે. પાછલા અઢી વર્ષમાં લગભગ કોઈપણ જાતનો કોંગ્રેસએ રસ્તા પર આવીને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ કર્યો નથી તો શું નંબર છ ની જનતા કોંગ્રેસને વોર્ડ આપશે કે પછી બીજા કોઈ પક્ષના નવા ઉમેદવાર પર પસંદગી ઉતારશે તે હવે આગામી સમયમાં જોવા જેવું રહ્યું.
રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પેટા ચૂંટણીમાં ઉમેદવાર મહેશભાઈ વસાવા જણાવ્યું હતું કે હું પ્રજાનો પક્ષ એટલે અપક્ષ ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર છ માં અગાઉ ભારતીય જનતા પાર્ટીની ચાર સીટો આવેલી છે. આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક ગરીબ વર્ગના ઉમેદવારે ટિકિટ માંગી છે તેવા લોકોને ટિકિટ મળી નથી. માલે તુજારને માન આપી રહ્યા જે ગરીબ મધ્યમ વર્ગના લોકો પાર્ટી માટે બલિદાન આપ્યુ છે, સક્રિય કાર્યકર્તાનું અપમાન થયું છે એ લોકોનું મતદાન અમારા તરફ થશે.