સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી જળ સપાટી 124.51 મીટર થઈ છે. સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 કલાકમાં 5 ઈંચ વધી છે. ડેમની સપાટી 15 સેન્ટી મીટર વધતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 58,705 ક્યુસેક પાણીની આવક થઈ છે.
હેડ પાવર હાઉસથી કેનાલમાં 5,213 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમની જળસપાટી આગળથી આવી રહેલા પાણી તેમજ વરસાદના કારણે વધુ વધી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છે. ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા એક તરફ ખેડૂતો માટે ખુશીની વાત પણ છે કેમ કે, ઉનાળું ખેતી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં નર્મદાના પાણીથી જ થાય છે. ત્યારે ડેમની જળસપાટી છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે ભયજનક સપાટીની નજીક પણ પહોંચે છે ત્યારે ડેમના દરવાજો પણ ખોલવાની ફરજ પડે છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવે છે.
ત્યારે આગામી સમયમાં 16 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી ડેમોના દરવાજાઓ પણ ચોક્સસથી ખોલવાની ફરજ પડશે. ત્યારે અત્યારની સ્થિતિએ ઉપરવાસના પાણીના કારણે પણ પાણીની આવક વધી રહી છે.