હાલ અરવલ્લીના મોડાસામાં બનેલી અપહરણ સાથે દુષ્કર્મ અને હત્યા મામલે સમગ્ર ગુજરાત સહિત વિસ્તારોમાં અરેરાટી ફેલાઈ છે ત્યારે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને ભોગ બનેલ કાજલના પરિવાર સાથે ન્યાય થાય અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે ત્યારે આજે સાંજે નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાજપીપળાના સફેદ ટાવર વિસ્તારમાં કેન્ડલમાર્ચ કરી ન્યાયની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં યુવક કોંગ્રેસના પ્રમુખ વાસુદેવ વસાવા, ચંદ્રેશ પરમાર, મોઇન શેખ, અમિતભાઇ માલી, અજય વસાવા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખના વાસુદેવ ભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જે કાજલ નામક દીકરી સાથે જે દુઃખદ ધટના બની છે તેમ તેના પરિવારને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી જો પીડિતાના પરિવારને ન્યાય ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી