પ્રશાંત ઝુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લામાંબનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તેમજ અસરકારક અનેપરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ જીલ્લાની અનડીટેક્ટ
મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવા સારૂ એલ.સી.બી. સ્ટાફને સુચન કરતાં એલ.સી.બી. સ્ટાફ રાજપીપલા જીતનગર ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ઇસમ નંબર વગરની હિરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ દોરીને લઇ જતો હોય અને તેની શંકાસ્પદ હીલચાલ લાગતા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. કૃષ્ણલાલ શંકરભાઈએ આ ઇસમ જતા સદર ઇસમ અગાઉ મોટર સાયકલ ચોરીના ગુનાના કામે વોન્ટેડ હોય જેને ઓળખી લીધેલ. અને તેને રોકી તેનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ વિક્રમભાઇ ઉર્ફે પિંન્ત્યા કિરસીંગ ઉર્ફે કેલીયા વસાવા રહે. સાકલી ઉમર તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાનો હોવાનુ જણાવતો હોય તેની પાસેની નંબર વગરની હીરો એફ.એફ ડીલક્ષ મોટર સાયકલ અંગે પુછપરછ કરતાં ગલ્લા-
તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ નહી આપતો હોય સદર હિરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ છળકપટથી અથવા ચોરી કરેલ હોવાનું જણાઇ આવતા હીરો એચ.એફ. ડીલક્ષ મોડેલની ભુરા પટ્ટાવાળી હોય એચ.એફ. ડીલક્ષ જેના એંજીન નંબર જોતા HA11EDN5J57821 તથા ચેસીસ નંબર MBLHAC027K5H46019 ના હોય અને મોટર સાયકલ બાબતે સદર ઇસમને વિશેષ પુછપરછ કરતાઆ મોટર સાયકલ તેણે આજથી ચાર દિવસ પહેલા રંગવધુતથી આગળ આવેલ ચિત્રાવાડી ગામ પાસેની એક સોસાયટીમાંથી રાત્રી દરમ્યાન ચોરી કરેલ હોવાની અને સદર મોટર સાયકલ ચોરી કરીને લઇ જતા સદર મોટર સાયકલ બંધ પડી ગયેલ હોય જેથી આ મોટર સાયકલને નજીકમાં અવાવરૂ જગ્યા આવતા ઝાડી-ઝાંખરમાં સંતાડી દઇને અક્કલકુવા જતો રહેલ. અને આજરોજ આ ચોરીના મોટર સાયકલ લેવા સારૂ આવતા જે મોટર સાયકલ બંધ હાલતમાં હોય જેને દોરીને લઇ જતો હોય તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ દ્વારા ઝડપી પાડેલ અને આરોપીને સી.આર.પી.સી. ૪૧ (૧) (ડી) મુજબ અટક કરી તથા ઇસમ પાસેની હીરો એચ.એફ. ડીલક્ષ મોડેલની મોટર સાયકલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબજે કરી વધુ તપાસ અર્થે રાજપીપલા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે. અને વિક્રમભાઇ ઉર્ફે પિંટ્યા કિરસીંગ ઉર્ફે કેલીયા વસાવા રહે. સાકલી ઉમર તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) આરોપીઓ પાસેથી (૧) હીરો એચ.એફ. ડીલક્ષ મોડેલની ભુરા પટ્ટાવાળી જેના એંજીન નંબર જોતા HA11EDN5J57821 તથા ચેસીસ નંબર MBLHAC027K5H46019 ની કિ.રૂ. 30,000/-મુદ્દામાલ કબજે લીધેલ છે.
નર્મદા જીલ્લામાં બાઇક ચોરીના નવ ગુનામાં વોન્ટેડ આરોપીને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ
Advertisement