રાજપીપળામાં વન વિભાગ, પોલીસ અને પશુ ચિકિત્સક વિભાગના સંયુક્ત ઓપરેશન કરાયું. બજારોમાં વેચાતા ચાઇનીઝ દોરી, માંજા અને તુક્કલની ચેકીંગ હાથ ધરી
મુખ્યમંત્રી દ્વારા છેલ્લા ચાર વર્ષથી શરૂ કરાયેલા કરૂણા અભિયાન હેઠળ રાજ્યના બજારોમાં ઉત્તરાયણ પર્વે ચાઇનીઝ દોરી, માંજા અને તુકકલો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જેના આધારે આજે રાજપીપળાના બજારોમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી રાજપીપલા, ટાઉન પોલીસને પશુવિભાગમાં તબીબો તમામ ટીમ સાથે રાજપીપળાના બજારોમાં ચેકીંગ હાથ ધરતા ફફડાટ ફેલાયો હતો. જોકે ચાઇનીઝ કોઈ વસ્તુ મળી નથી પરંતુ રેન્જ ફોરેસ્ટ અધિકારી દ્વારા તમામ વેપારીઓને ચીમકી આપી દીધી છે કે હવે પછી પણ છેલ્લા દિવસે લાવ્યા અને વેચવાની કોશિશ કરી તો તાત્કાલિક પગલાં ભરવામાં આવશેની વાત કરી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement