બીજ મહોત્સવ ખરીફ-૨૦૨૩ અંતર્ગત ૮ જુનથી ૧૮ જુન દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર, એડપ્ટીવ ટ્રાયલ, NMOOP, NFSM, NICRA યોજના હેઠળ નર્મદા જીલ્લાના આદિવાસી ખેડૂતોને ચોમાસુ (ખરીફ) પાકોમાં અગ્ર હરોળ નિદર્શન અંતર્ગત સુધારેલ બિયારણ જેવા કે ડાંગર, મગફળી (GJ-32) સોયાબીન (NRC-37) , કપાસ (BT-10) તુવેર GT-104& 105) તેમજ હલકા ધાન્ય પાકો જેવાકે વરી, નાગલીના બિયારણ ટેકનોલોજીનો ફેલાવો કરવા અંદાજીત ૨૩૫૦ ખેડૂતોને નિદર્શન પેટે આપવામાં આવેલ છે.
વધુમાં કેન્દ્રની બહાર અંતરિયાળ ગામોમાં પ્રાકૃતિકખેતી માટે ડાંગરની સુધારેલ જાતો જેવીકે (GNR-9 (લાલકળા ગોલ્ડ), હિરાકશી, GR-૨૦) સુંગધમ જાતો કાણજી, વાંદરી, કોકમ, જેવા અંતરિયાળ ગામોમાં ૧૦૦ ખેડૂતોને અને નર્મદા જીલ્લામાં ડાંગરની સુધારેલ જાત દેવલીકોલમ (GR-18), GAR-13 અને હાઇબ્રિડ ડાંગર GRH-2 ની વધારે માંગ હોવાથી દેડીયાપાડા, સાગબારા, તિલકવાડા, ગરુડેશ્વર, નાંદોદ તાલુકાના દુરના ગામોમાં તેમજ ડુંગરીયાળ વિસ્તારોમાં ડાંગરની વહેલી પાકતી જાતો જેવી કે પૂર્ણા તેમજ તાપી (GR-16) ,GNR-6 નિદર્શન પેટે તેમજ રોપણ ડાંગરની સુધારેલ જાત- નવસારી પરીમલ નિદર્શન પેટે આપેલ છે.
વધુમાં જણાવવાનું કેવીકે દ્રારા દક્ષિણ ગુજરાતને અનુકુળ સુધારેલ જાતનું બીજ ઉત્પાદન કરી જે તે વિભાગને બિયારણનો જથ્થો પુરો પાડવામાં આવે છે.જીલ્લાની બહારના વિસ્તારોજેવીકે કે.વી.કે, ભરુચ, ATMA, સુરત, ખેડા, silwisa, કેર ઇન્ડીયા ,ઉમરપાડા સંસ્થા ડાંગરની સુધારેલ જાત જેવીકે તાપી, પૂર્ણા, સરદાર, દેવલીકોલમ (GR-18), અને (GNR-9) લાલકળા ગોલ્ડ હાઇબ્રિડ, ડાંગર GRH-2 અંદાજીત ૬૬૭૫ કીલોનું બિયારણ વેચાણ તેમજ ઇનરેકા, રીલ્યાન્સ, શ્રોફ ફાઉન્ડેશન, ICCI ફાઉન્ડેશન સંસ્થાઓ સાથે મળીને ખેડૂતોને નિદર્શનો અને તાલીમ,પોષણ વાટીકા માટે કિચન ગાર્ડન કીટ અને હળદર સુધારેલ જાત સુંગધમ અને GNT-2 ૨૦૦ ખેડૂતોને નિદર્શન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા સાહેબ દ્વારા ડાંગરની વૈજ્ઞાનિક ખેતી તેમજ વિશેષ લાક્ષણીકતાઓ (ઓરાણ અને રોપણ) અંગેની તાલીમ શિબિરનું નેતૃત્વ કર્યું હતું. તેમજ કેવીકે વૈજ્ઞાનિકો એ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કેવીકે ડેડીયાપાડા ખાતે બીજ મહોત્સવ ખરીફ- ૨૦૨૩ અંતર્ગત બીજ નિદર્શન તાલીમ શિબિર યોજાઈ
Advertisement