આજે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિલોમીટર લાંબી રેલી કાઢી હતી અને જિલ્લા કલેકટરને અને આવેદનપત્ર આપ્યું હતું. જેમણે સેટેલાઇટ ઇમેજમાં પણ આ જમીનો દેખાતી નથી તે પણ દેખાય તેવી માંગ કરી હતી અને સામુહિક દાવા કરવામાં આવ્યા છે. 2005 પહેલાના ખેડાણને મજૂર કરવામાં આવે તેવી પણ બુલંદ માંગ કરી હતી.
રાજપીપળામાં આદિવાસીઓ તરફથી કાઢવામાં આવેલી રેલી પાછળનું મુખ્ય કારણ આદિવાસીઓની વર્ષો જૂની પડતર માંગણીઓ અને ગણવામાં આવી છે.
આવેદનપત્રમાં રજૂ કરાયેલા મુદ્દાઓની હકીકત અનુસાર ગીર ફાઉન્ડેશનથી ચકાસણી થઈને આવી ગયા હોવા છતાં પ્રાંત અધિકારી કે જિલ્લા સમતિએ દાવાઓ મંજૂર નથી કર્યા અને જે દાવાઓ મંજૂર થયા છે તે મંજૂર થયેલા દાવાઓનું ક્ષેત્રફળ ઓછું છે ત્યારે આ કેસોને ફરીથી પ્રાંત અધિકારી જિલ્લા કક્ષાની સમિતિ મૂકીને ક્ષેત્રફળ સુધારવામાં આવે.
ડેડીયાપાડા અને નાંદોદની પશ્ચિમ પટ્ટીના ગામોના વિસ્તાર માટે એન આર એસ એની 2005 ની સેટેલાઈટ ઇમેજ ઉપલબ્ધ નથી ત્યારે તેની સામે દાવેદારોએ 2002 અને 2006 ની ઇમેજરી સાથેના નકશા રજૂ કર્યા હતા તેઓ દાવો આવેદનપત્રમાં કરાયો છે.
આમ અઢી હજાર જેટલી પડતર માંગણીઓને લઈને આદિવાસીઓ હજારોની સંખ્યામાં નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં કાળા ધોડા ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા
ત્યાં એક પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેકટર શ્વેતાબેન તેવટિયાને મળી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ મુદ્દાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની અરજ કરી હતી ત્યારે તેવું નામ એક મહિલા પ્રતિનિધિ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા કલેકટર શ્વેતાબેન દ્વારા તેઓને આશ્વાસન આપવામાં આવ્યું છે અને તે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.