રાજપીપળા ખાતે મહા જન સંપર્ક અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા “નવોદિત મતદાતા યુવતી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના ઉપાધ્યક્ષ લીપીબેન ખંધારજી, ખાસ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને સાંસદ ગીતાબેન રાઠવા જી, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જી, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, સંગઠન મહામંત્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ધામેલ જયશ્રીબેન સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નર્મદા જિલ્લા મહિલા મોરચાના મંત્રી જ્યોતિ જગતાપે કર્યું હતું.
સુકન્યા યોજના, માતૃ વંદના યોજના, વિધવા પેંશન યોજનાજેવી સરકારની મહિલા લક્ષી યોજનાઓ અને તેના લાભો વિશેની જાણકારી આપી હતી. છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આગામી લોકસભાની આવનાર ચૂંટણી માટે મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાશનના 9 વર્ષની કામગીરીનો ચીતાર વ્યક્ત કરી મહિલા સંગઠન મજબૂત બનાવવા પર ભાર મુક્યો હતો.
રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નવોદિત મતદાતા યુવતી સંમેલન યોજાયું
Advertisement