નર્મદાના વડામથક રાજપીપળા જીલ્લા જેલમાં પણ બંદીવાનો કર્મચારીઓ માટે યોગ કાર્યક્રમ યોજાયો હતો. બંદીવાનો માનસિક તણાવમુક્ત રહે તેમજ રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અટકે તે માટે યોગનો કાર્યક્રમ યોજાયો હતો.
અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી, અમદાવાદના ડો. કે.એલ.એન.રાવ તથા મે. પોલીસ મહાનિરીક્ષક (જેલ) અશ્વિન ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ રાજપીપળા જીલ્લા જેલ ખાતે “ આતંરરાષ્ટ્રીય યોગ દિવસ ” નિમિત્તે યોગના પ્રશિક્ષિત શિક્ષક દક્ષાબેન પટેલ, બાબા રામદેવ પતંજલી રાજપીપળના મહેશભાઇ વસાવા તથા સુભેક્ષા પ્રોજેક્ટ, વડોદરાના પારૂલબેન રાવળ રાજપીપળા જીલ્લા જેલના અધિકારી/કર્મચારીઓ બંદિવાનો માનસિક તણાવમુક્ત રહે તેમજ શારરીક સ્થિતિ સારી જળવાઇ રહે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે સોશ્યલ ડિસ્ટન્સ રાખી તેમજ કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું પાલન કરી ધ્યાન-યોગા, આસન-પ્રાણાયામ કરાવવામાં આવેલ. આ પ્રસંગે રાજપીપળા જીલ્લા જેલ ખાતેના તમામ અધિકારી/કર્મચારીઓ તથા બંદિવાન ભાઇઓ/બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. રાજપીપળા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક આર.બી.મકવાણાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજપીપળા જીલ્લા જેલમાં બંદીવાનો કર્મચારીઓ માટે યોગ કાર્યક્રમ યોજાયો
Advertisement