નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફુલવાડી ગામની આશાબેન કાંતિભાઇ તડવીના ગરુડેશ્વરના લીમખેતર ગામમાં લગ્ન થયા બાદ દસ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ તેમનો પતિ ઇન્દ્રજીત નાનજીભાઇ તડવી આશાબેન પર ખોટો શક વહેમ રાખી ઝઘડો કરી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો તથા અન્ય સાસરિવાળાઓ પણ છુટાછેડા ન લે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી કંટાળેલી આશાબેને રાજપીપળા મહિલા પો.સ્ટે.માં પતિ- ઇન્દ્રજીત,સસરા- નાનજીભાઇ બોખરભાઇ તડવી, સાસુ- રૂપાબેન નાનજી ભાઇ તડવી, બે કાકા સસરાઓમાં- ઇશ્વરભાઇ બોખર ભાઇ તડવી તથા ભાણાભાઇ બોખર ભાઇ તડવી તેમજ જેઠ- વિક્રમભાઇ રામાભાઇ તડવી(તમામ રહે-લીમખેતર) વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ ૬ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement