Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા “વિશ્વ યોગ દિવસ” ની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો

Share

નર્મદા જિલ્લામાં ૯ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં માન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી સોમપ્રકાશની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનારા “વિશ્વ યોગ દિવસ” ની પૂર્વ તૈયારીના ભાગરૂપે એકતાનગર વહિવટી સંકુલમાં SoUADTGA ના અધિક કલેક્ટર હિમાંશુ પરિખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

બેઠકમાં અધિક કલેક્ટર પરીખે સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓને પણ સ્થળ ઉપર યોગ પ્રોટોકોલને લગતી આનુશાંગિક વ્યવ્સ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ સહિત લાઈવ સ્ક્રીન અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાએ ગોઠવાયેલ વ્યવસ્થાઓથી અધિક કલેક્ટરને વાકેફ કર્યા હતા.

“વિશ્વ યોગ દિવસ” ની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં SoUADTGA ના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, નાંદોદ પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંહ, નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાત, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના વાહન નિરિક્ષક વી.ડી.આસલ, એનઆઈસીના ફોરમ ઝવેરી સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી

ProudOfGujarat

ગોધરા : પાનમ જળાશયમાંથી સિંચાઈનું પાણી જીલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને આપવા એપીએમસી ચેરમેનની રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : ઝધડીયા તાલુકાનાં ગુમાનદેવ પાસે ટ્રકે 3 મહિલાઓને અડફેટમાં લેતા મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!