આજથી નર્મદા જિલ્લામાં 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ છે ત્યારે નર્મદા જિલ્લામાં લોકોને ટ્રાફિકનાં નિયમો પ્રત્યે જાગરુતા લાવવા માટે પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં પૂરા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જે સંદર્ભે આજે રાજપીપળા ખાતે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે માં નર્મદા જિલ્લા પોલીસ આધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, ટાઉન પી.આઈ એસ.જે.રાઠવા, એ.આર ટી.ઓ કે.એમ.ખપેટ, વી.ડી.અસાલ આર. ટી.ઓ ,ટ્રાફિક પી.એસ.આઈ કે.એલ ગડચર, પી.એસ.આઈ ભરવાડ, ટ્રાફિક પી.આઈ., સહિત આર.ટી.ઓ સ્ટાફ ,નિર્ભયા ટિમ, ટી.આર. બી જવાનો શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકો શરદ ભાઈ,ચેતન ભાઈ અને તેજસભાઈએ પણ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.
આ રેલી સૂર્ય દરવાજાથી નીકળી રાજપીપળાના માર્ગો ઉપર ફરી રાજપીપળા ગાર્ડનમાં પૂર્ણ થઈ હતી.
રેલીમાં માર્ગ સલામતી માટે પ્લે કાર્ડસ સહિત બાળકો દ્વારા સલામતી માટે સૂત્રોચ્ચાર કરાયા હતા. ગાર્ડનમાં એ.આર.ટી.ઓ તેમજ ડી.વાય.એસ.પી રાજેશ પરમાર દ્વારા બાળકોને ટ્રાફિક અંગે માહિતગાર કરાયા હતા તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વર્ષમાં 98 લોકો એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે ત્યારે રાજ્યમાં આ એક મોટો આંકડો કહી શકાય ત્યારે નર્મદા જિલ્લામાં અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા ધટે તે દિશામાં પ્રયાસો ખૂબ જરૂરી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી