ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફ્રી શીપ કાર્ડ આપવા બાબતે આદીજાતિ વિકાસ મંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ કોલેજો અને મેડિકલમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ હોય, જેથી સત્વરે ફી શીપ કાર્ડઇસ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ભારત સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના તથા વી.કે.વાય-૬ વધુ આવક વાળી કન્યાઓને રાજ્ય સરકારની પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પોસ્ટમેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને બંને યોજના હેઠળ સબંધિત જિલ્લા અધિકારી ઓ દ્વારા હાલ ફ્રીશીપ કાર્ડ આપવામાં આવતા હતા. પરંતુ નિયામક,આદિજાતિ વિકાસના ૨૦૨૩-૨૪/૩૨૮ થી ૩૪૬ તારીખ: ૦૧/૦૬/૨૦૨૩ ના પત્રથી અમલીકરણ બાબતે આદિજાતી વિકાસ વિભાગનું માર્ગદર્શન અને ગાઈડલાઈન વિચારણા હેઠળ હોય જણાવી, સંબધીત જિલ્લા અધિકારીઓ દ્વારા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેની ઉક્ત બંને યોજનાઓ અંતર્ગત ફીશીપ કાર્ડ ઇસ્યુ કરવાના નથી તેવું જણાવેલ છે. જેના કારણે પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓની તથા વાલીઓની અનેક રજુઆતો અમારા સમક્ષ આવેલ છે. તેમજ હાલમાં કોલેજો અને મેડિકલમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ હોય, જેથી સત્વરે ફી શીપ કાર્ડ ઇસ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાંની માંગ કરી છે.
દીપક જગતાપ, રાજપીપલા