બે દિવસ પહેલા નર્મદા જિલ્લામાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેમાં 2500 એકરમાં કેળાનો પાક ધરાશાયીથતાં પાક નષ્ટ થવા પામતા ખેડૂતોને કરોડોનું નુકશાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હજી તો વરસાદની મોસમ શરૂ નથી થઈ ત્યાં અચાનક વરસાદ અને વાવાઝોડાએ નર્મદા જિલ્લાના ખેડૂતોના હાલ બેહાલ કરી દેતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જામ્યો છે.
નર્મદા જિલ્લામાં અઢી હજાર એકર જમીનમાં કેળાની ખેતી નષ્ટ થઈ ગઈ છે. કેળના પાકને વ્યાપક નુકસાત સમગ્ર જિલ્લામાં કેળાના પાકને આશરે રૂા. 40 થી 50 કરોડનું નુકસાન અંદાજનો અંદાજ છે.
નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે રાજપીપળા શહેર સહિત નાંદોદ તાલુકા, તિલકવાડા, કેવડિયા, ગરુડેશ્વરમાં કેળના પાકને નુકશાન થયાંના અહેવાલ છે. આ અંગે નિકોલીના ખેડૂત પ્રકાશભાઈ પટેલે નુકશાની માહિતી આપતાં જણાવ્યું હતું કે નાંદોદમાં સિસોદરા, નિકોલી, નવાપરા, કાંદરોજ, રાજપરા ગામોમાં કેળનો પાક નષ્ટ થઈ જ્વા પામ્યો છે. મોટાભાગના ઠડીયા ધરાશાયી થઈ જતાં ભારે નુકશાન થયાંના અહેવાલ છે
એ ઉપરાંત વડીયા, કરાંઠા, રામપુરા,ગોપાલપુરા, શહેરાવ, ટંકારી, ભદામ, ધમણાચા,નરખડી, પોઇચા સહિતના અનેક ગામોમાં કેળનાં પાકને પણ વ્યાપક નુકસાન થયાના અહેવાલ છે.
આ ઘટના બાદ ભારતીય કિસાનસંઘ, નર્મદા દ્વારા કેળ તથા શેરડી વિગેરે પાકને થયેલ નુકસાનીનો સર્વે કરાવી સરકારમાં પ્રતિ એકરે 50 હજારના વળતરની માંગ કરતું એક કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું છે.
દીપક જગતાપ, રાજપીપલા