સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી હાઇસ્કુલ રાજપીપળા ખાતે પ્રવાસી શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અઘિકારી એમ.એસ.પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના રોજગાર કચેરી દ્વારા સર્વ શિક્ષા અભિયાનના તાલીમાર્થીઓને બાળકોના ભાવિ ઘડતર અને કારકીર્દિ માર્ગદર્શન મળે તે હેતુથી આ ઉમદા આયોજન કરાયું હતું. જેમાં વિભાગના કેરિયર કાઉન્સલર કૃષિકા વસાવાએ શિબિરમાં ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓ સાથે તેમના ઉજ્જવળ ભાવિને ધ્યાનમાં રાખીને કઇ રીતે પ્રોત્સાહિત કરી શકાય તે માટે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે પ્રવાસી શિક્ષકોને વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Advertisement
દીપક જગતાપ,રાજપીપલા