Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાના સેવાભાવી જગતાપ દંપત્તિએ 61 વર્ષની વયે રક્તદાન કરીને સમાજને અનોખો મેસેજ આપ્યો

Share

રક્તદાન એ મહાદાન છે. એ કહેવતને રાજપીપલાના રાજપીપલાના સેવાભાવી જગતાપ દંપત્તિ જાણીતા વિજ્ઞાન લેખક અને પત્રકાર દીપક જગતાપ અને વૉઇસ ઑફ નર્મદાના તંત્રી અને સેવાભાવી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરપરશન જ્યોતિ જગતાપે બન્નેએ આજે તેમની 34 મી મેરેજ એનિવર્સરી દિને આઠમીવાર સાથે રક્તદાન કર્યું હતું.

ખાસ મહત્વની વાત એ છે કે દીપક જગતાપે 61 વર્ષની વયે રક્તદાન કરીને સમાજને નવો દાખલો બેસાડી મેસેજ આપ્યો હતો કે જો તમારું શરીર તંદુરસ્ત હોય તો કોઈ પણ ઉંમરે રક્તદાન કરી શકાય છે. સામાન્ય રીતે લોકો એવુ જાણે છે કે 55 વર્ષ પછી જ રક્તદાન કરી શકાતું નથી.

પણ તબીબોના મતે જો તમે સંપૂર્ણ રીતે તંદુરસ્ત હોય તો તમે રક્તદાન કરી શકો છો. દીપકભાઈ એ નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર 61 વર્ષની વયે કપલમાં રક્તદાન કરીને સમાજ માટે નવો દાખલો બેસાડ્યો છે.

Advertisement

આ અંગે રેડક્રોસ સોસાયટી રાજપીપલા બ્લડ બેંકના બ્લડ ટ્રાન્ફ્યુશન ઓફીસર ડૉ. જે એમ જાદવે બન્ને સેવાભાવી દંપત્તિને આઠમી વાર રક્તદાન કરવા બદલ લગ્નજીવનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દીપકભાઈ એ 61 વર્ષની વયે રક્તદાન કર્યું છે. ખાસ કરીને સિનિયર સીટીઝનો માટે આ એક ઉદાહરણરૂપ દાખલો આપી મેસેજ આપતાં જણાવ્યું હતું કે તમને શરીરમાં કોઈ બીમારી ન હોય અને શરીર તંદુરસ્ત હોય તો મોટી-મોટી ઉંમરે પણ રક્તદાન કરીને લોકોની જિંદગી બચાવી શકાય છે.

આ અંગે જગતાપ દંપત્તિએ જ્યાં સુધી શરીર તંદુરસ્ત રહે ત્યાં સુધી રક્તદાન કરવાની મહેંચ્છા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને દંપત્તિએ આ અગાઉ કોરોના કાળમાં તેમની સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ઊંડાણના ગ્રામ્ય વિસ્તારમાં રક્તદાનના પાંચ જેટલા કેમ્પ કરીને 265 યુનિટ રક્ત એકત્ર કરીને બ્લડબેંકને લોહી એકઠુ કરી આપ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા નગરપાલિકાનાં વધુ ત્રણ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

રાજપીપલા વિસ્તારમાં ત્રણ અનડીટેક્ટ ચોરી ઝડપાઈ…

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાના કંસાલી ગામે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!